હિન્દુ દેવી-દેવતાઓના અશ્લીલ ફોટાને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો, તેમાંય વળી આ ફોટાઓ તીસ્તા સીતલવાડએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુક્યા હતા. જેથી આ અંગે ઘાટલોડિયાના રહીશે તિસ્તા સીતલવાડ સામે ઘાટલોડીયા પોલીસ મથકમાં 2014માં ફરિયાદ નોંધાવી હતી.
જોકે શહેર પોલીસ કમિશ્નર દ્રારા ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેથી ક્રાઇમબ્રાન્ચે ઘાટલોડીયા પોલીસ પાસેથી દસ્તાવેજો કબજે લઇને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન ફરિયાદને રદ કરવા માટે તીસ્તા સેતલવાડ વર્ષ 2015માં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં બંને તરફે આજે રજૂઆત પૂર્ણ થઈ હતી.