અમદાવાદઃ વર્ષ 2019 રાજ્યસભાની ચુંટણી બાદ હાઇકોર્ટમાં પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના બંને ચૂંટાયેલા સભ્યો સામે પીટીશન રદ કરવાની માગને ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી.
પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે, તેમની પીટીશન રદ કરવા મટે કરાયેલી અરજીમાં તથ્યો અને વિગતો નથી એ વાત ખોટી છે. એસ. જયશંકર અને જુગજી ઠાકોરની જીત રદ્દ કરવા માટે મૂળ પીટીશનમાં 5 પાનાના કારણો અને વિગતો આપવામાં આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટે બેથી વધુ રાજ્યોમાં અલગ અલગ ચૂંટણીના ઠરાવને કાયદેસરતા આપી ન હોવા છતાં લાગુ કરવામાં આવ્યો હોવાનો સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે. સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના બંને નેતાઓ દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી, પરતું ચૂંટણી પંચે કાયદાના નિયમોને અનુસર્યા નથી.
એક પીટીશનમાં બે જુદી-જુદી જીતને પડકરાવામાં આવી હોવાની વાત ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચે બે બેઠકો માટે અલગ અલગ ચૂંટણીની જાહેરાત કરી છે. જેથી કોઈ એક રાજકીય પક્ષને ટકાવરી સ્વરૂપે ફાયદો થયો હોવાથી જીતને પડકારતી અરજી દખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડ્યાએ એક પિટિશનમાં એસ. જયશંકર તેમજ બીજી પીટીશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પીટીશન જુગલજી ઠાકોર અને બીજી પીટીશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે.
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પીટીશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીતને પમ પડકારી હતી. ત્રીજી પિટિશનમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી હતી. જો કે, હવે વિદેશ પ્રધાન જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને રદ્દ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.