હાઇકોર્ટે કૃષિની જમીન પર થતા ખનનથી જમીનની ગુણવતા કે અન્ય કોઈ ફેરફાર થાય છે કે કેમ એ ચકાસવા માટે વૈજ્ઞાનિક અને એક્સપર્ટ કમિટીની ટીમની રચના કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે 3 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ રાજ્ય સરકાર તરફથી જે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં પથ્થરમારામાં 50 પોલીસ અધિકારી ઇજાગ્રસ્ત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે આ સમગ્ર પ્રકારણને ગંભીરતાથી લેતા રાજ્યના DGP, ADGP, સ્થાનિક SP અને અન્ય પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. તો આ સાથે જ હાઇકોર્ટે પોલીસ સ્ટેશનને ખેડૂતોની 54 જેટલી ફરિયાદો બે દિવસમાં દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ અંગે પીડિત ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, આંદોલન દરમિયાન મારનાર પોલીસ અધિકારી જ તપાસ કરી રહ્યા છે માટે આ કેસની ઉચ્ચ પોલીસ આગેવાની હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
મળતી માહિતી મુજબ, આ ગામમાં ખોદકામ અટકાવવા 50 ગામના 1500 જેટલા લોકો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમના પર દમણ ગુજાર્યો હતો. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પણ ખેડૂતોને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા.