કોર્ટ કહ્યું વારંવાર આપ જવાબ ફેરવી નાખો છો જેના જવાબમાં શૈલેષ પરમારે કહ્યું કે સોરી મેડમ થોડી સમજફેર થાય છે- જેના જવાબ માં કોર્ટે કહ્યું કે "કોઈ જ સમજફેર નથી. હવે આવું કરશો તો રેકર્ડ પર લેવું પડશે." ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જુબાનીમાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે મતપત્રક છીનવાના પ્રયાસ બદલ જે બબાલ થયો હતો. તે વીડિયોમાં ટેમ્પરિંગની શંકાને ધ્યાનમાં રાખીને પ્રિસાઈડિંગ ઓફિસરને વીડિયોની FSL તપાસની માગ કરતી અરજી કરી હતી. જેનો 8મી ઓગસ્ટ સુધી કોઈ જ પત્ર વ્યવહાર ન કર્યો હોવાની કબુલાત કરી હતી.
શૈલેષ પરમારે જુબાનીમાં વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 4 મત પત્રક સામે વાંધા લેવાયા હતા. જેમાં 2 વાંધા ભાજપ અને 2 કોંગ્રેસના પ્રતિનિધિએ લીધા હતા. રાઘવજી પટેલ અને ભોળાભાઈએ મતપત્રક જાહેરમાં બતાવવાની કોશિશ કરેલી તે સામે મેં ચૂંટણી એજન્ટ તરીકે, અર્જુનભાઈ, પોલીગ એજન્ટ તરીકે અને શક્તિસિંહ એ ઓથોરાઈઝડ એજન્ટ તરીકે વાંધા લીધા હતા.
ભાજપનો વાંધો મારા મત સામે હતો જો કે આ માત્ર મતદાન ચાલું હતું ત્યાર સુધીનું હતું . મતદાન કર્યું ત્યારે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ચારે વાંધાજનક મત પત્રક જે તે વખત મતપેટીમાં નંખાઈ ગયા હતા. તે વાત સાચી. મતપત્રક મતપેટીમાં નાખ્યા પછી લેખિત અરજી આપી જેમાં પ્રીસાઈડિંગ ઓફિસરે રિસીવ કરીને સમય ટાંકયો ન હતો. પરંતુ, ઓફિસરે કહ્યું હતું કે વિડીયોગ્રાફી જોયા પછી નિર્ણય લેવામાં આવશે.
અડાલજ અને કંથારીયાની જમીનની માલિકી વિશે જુબાની આપતા શૈલેષ પરમારે કહ્યું કે મિલ્કતમાં જે શંસાક મનહરભાઈ પરમાર લખ્યું છે એ મારું જ નામ છે. શાળામાં મારા પિતાશ્રી એ મારું નામ શશાંક રાખ્યું હતું. બીજું લાડકું નામ શૈલેષ હતું. મારા પિતાના અવસાન પછી ગેજેટમાં નામ ફેર કરીને શશાંકની જગ્યાએ શૈલેષ કર્યું હતું. પિતાના નામમાં પણ મનહરભાઈ અને મનુભાઈ એમ 2 નામ ચાલે છે. જીવનકાળમાં કોઈ ક્રિમિનલ કેસ ન હોવાની શૈલેષ પરમારે કોર્ટમાં જુબાની આપી હતી. જો કે 2017ની વિધાનસભાની ચુંટણીના એફિડેવિટમાં એક કેસ ચાલું હોવાનું દર્શાઈ આવતા યાદ નથી તેવી દલીલ પરમાર તરફે કરવામાં આવી હતી. કોર્ટે અન્ય સાક્ષીઓ કે જેમની જુબાની બાકી છે તે અંગે પુછતા અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ કહ્યું કે આમ તો મોટાભાગની સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ છે. પરંતુ, દિલ્લીથી સૂચના મળે તે પ્રમાણે આગામી દિવસોમાં અમે કોર્ટ સમક્ષ જાણ કરીશું.