હાઇકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસનો જંગલ ખાતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા બાબુ બોખીરિયાના સગા સંબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઇ હતી અને આ મુદ્દે જવાબ રજૂ કરવા સમયની માગને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પ્રધાન બાબુ બોખીરિયા અને તેમના સગાઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
જામનગરની પરવાડા ગ્રામ પંચાયત તરફથી જંગલની 200 હેક્ટર જમીન પચાવી પાડવાનો આરોપ બાબુ બોખીરિયા પર લગાડવામાં આવ્યો છે. બાબુ બોખીરિયા અને તેમના સગા સંબંધીઓ પર હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી છે. અંદાજીત 300 કરોડ રુપિયાના કૌભાંડમાં બાબુ બોખીરિયાના જમાઇ અને પુત્રની માલિકીની કંપનીને કાયદા વિપરીત જઇને જમીન અપાઇ હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.