અમદાવાદઃ હાઈકોર્ટમાં વિસ્મય શાહના વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી. કે, આરોપી તરફ બંને પીડિત પરીવારોને વળતર ચૂકવવામાં આવ્યું છે અને સમાજસેવા પણ કરી છે જેથી તેની સજા ઓછી કરવામાં આવે. આ મુદે બંને પીડિત પરિવાર વતી વકીલે દલીલ કરી હતી કે, વળતરથી પીડિત પરિવારથી સંતોષ થયો પરતું કોર્ટને કઈ રીતે સંતોષ થઈ શકે. આરોપીના પરીવારે પીડિત પરિવારને વળતર ચુકવ્યું હોવાથી સજા ઓછી ન થવી જોઈએ. હાઈકોર્ટે વાતને માન્ય રાખી વિસ્મયને 4 થી 6 સપ્તાહમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
આ મુદે હાઈકોર્ટ પીડિત પરિવારને ચુકવવામાં આવેલું વળતર અને તેણે આપેલી સજા સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અગાઉ પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન એપ્લિકેશનનો પણ નિકાલ કર્યો છે.
અમદાવાદ શેસન્સ કોર્ટના 5 વર્ષની સજાના ચુકાદા સામે વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રાજ્ય સરકાર તરફે કડકવલણ અપનાવવામાં આવ્યું હતું.વિસ્મય શાહ વિરૂધ ભયજનક રીતે વહાન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મોડી રાત્રે થયેલા અક્સમાતમાં 2 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે પીડિત પરિવારો અને વિસ્મય શાહ વચ્ચે સમાધાન પણ થઈ ચુક્યું છે. વિસ્મય શાહ તરફે બંને પરિવારોને વળતર પણ ચુકાવાઈ ગયું છે અને હાઈકોર્ટના જામીન આદેશ પ્રમાણે વિસ્મયે સામાજીક સંસ્થાઓમાં સેવાના કાર્યો પણ કર્યા હતા.