રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજદાર બળવંતસિંહ રાજપૂત તરફથી હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી. અરજી પર અહેમદ પટેલની ઉલટ તપાસ મંગળવારે પૂર્ણ થઈ ગયા બાદ અહેમદ પટેલ વતી દાખલ કરાયેલી બે અરજી પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, રાજ્યસભાના સભ્ય પદેથી બંને પક્ષકારોએ રાજીનામું આપી દીધું છે. હાલ બંને લોકસભાના સભ્યો છે. જેથી તેમના નામો કાઢી નાખવા જોઈએ. આ મુદ્દે બળવંતસિંહ રાજપુતના વકીલ દેવાંગ વ્યાસ વસ્તી રજૂઆત કરાઈ હતી કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને ઉમેદવાર હતા અને જ્યારે ઘટના બની ત્યારે તેઓ સાક્ષી હોવાથી તેમના નામ દૂર કરી શકાય નહીં.
પિટિશન ઝેરોક્ષ મામલાની અરજી મુદ્દે અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરી એ દલીલ કરી હતી કે, અરજદારે પિટિશનની ઝેરોક્ષ નકલ તેમને આપી હતી. તે પ્રમાણિત નકલ ન હતી તેમજ અરજદારની તેના પર સહી પણ ન હતી. જેથી અસલ પિટિશન સાથે ઝેરોક્ષ નકલની ચકાસણી કરવા હૈદરાબાદ ચંદીગઢથી ગાંધીનગર એફ.એસ.એલ મોકલવી જોઇએ.
બીજી તરફ દેવાંગ વ્યાસે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બળવંતસિંહ રાજપૂતે જુબાનીમાં પોતે બ્લેક પેનથી સહી કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ પિટિશનમાં પુરાવા વખત થઈ ગયા છે. પિટિશનને વી નંબર નાખવા માટે અરજી કરાઇ હોવાનો તેમણે દાવો કર્યો હતો. આવતીકાલે બપોરે અઢી વાગ્યે આ મામલે કોર્ટ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.