બળવંતસિંહ રાજપૂતના વકીલ દેવાંગ વ્યાસનો આક્ષેપ છે કે, પંકજ ચાંપાનેરી વારંવાર દરેક વખત અરજી દાખલ કરે છે. ગત સુનાવણી દરમિયાન પણ રોહન ગુપ્તા સમક્ષ પેન ડ્રાઈવ રજૂ કરવાની અરજી કરી હતી. અહેમદ પટેલની ઉલટ તપાસ દરમિયાન પણ તેમણે બે અરજીઓ કરી હતી. જેમાં એક અરજીમાં ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના નામ ડીલીટ કરવાની જ્યારે બીજી અરજીમાં સહીની એફએસએલ તપાસ કરાવવાની અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બળવંતસિંહ રાજપૂત તરફે તમામ સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસના સાક્ષીઓની જુબાની લેવાઇ રહી છે. જેમાં, અહેમદ પટેલ સહિત કેટલાક ધારાસભ્યોની જુબાની પૂરી થઈ છે. 2 વર્ષ પહેલા થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલનો બે મતથી વિજય થયો હતો. ત્યારબાદ ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા તેમની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી