હાલ રાજ્યમાં 400થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ખાલી છે. જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ પોસ્ટ ભરવા માટે હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. 2010ની ટ્રેનિંગમાં મેરીટ અને સિન્યોરીટીને લઈને થયેલા વિવાદમાં છેલ્લા એક વર્ષથી પ્રમોશનની પ્રક્રિયા અટકી પડી હતી. પહેલા આ મામલે થયેલા મનાઇ હુકમને પણ હાઈકોર્ટે રદ કર્યો છે. જેથી હવે હાલમાં 400 જેટલી PIની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત 535નું સિનિયોરિટી લિસ્ટ હાઈકોર્ટના ચુકાદાથી એપ્રુવ થયેલુ છે. જેથી 535 કે તેથી વધુ પોલીસ સબ ઈન્સપેક્ટરોને ડાયરેક આ ચુકાદા બાદ પ્રમોશન મળશે.
સરકારી વકીલ મનન મહેતાએ જણાવ્યુ હતુ કે, હાલની ગુજરાતની કાયદાકીય પરિસ્થિતીઓ જોતા 400થી વધુ પોલીસ ઈન્સપેક્ટરોની જગ્યા ખાલી છે. તેને ધ્યાને લઈ હાઈકોર્ટનો આ ખુબ જ અગત્યનો ચુકાદો છે. જે કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતીઓ જાળવવામાં ઉપયોગી બની રહેશે. હાલમાં 400 જેટલી જગ્યાઓ ખાલી છે. ઉપરાંત 535નું સીન્યોરીટી લિસ્ટ હાઈકોર્ટના ચુકાદાથી એપ્રુવ થયેલુ છે. જેથી 535 કે તેથી વધુ પોલીસ સબ ઈન્સપેક્ટરોને ડાયરેક્ટરલી આ ચુકાદો અસર કરશે.