અમદાવાદઃ બે દિવસની આ ક્રિકેટ ટૂર્નામેન્ટ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના રોજ સમાપ્ત થશે. બધા હેરિટેજ પરિવારે ભારે ઉત્સાહ સાથે પ્રેક્ષક બની આનંદ માણ્યો હતો, જેમાં ફટકાબાજી અને વિકેટ પર તાળીઓ પાડી ખેલાડીઓમાં ઉત્સાહ ભર્યો હતો. આ રમતનો હેતુ રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તમામ હેરિટેજ સભ્યોમાં આત્મવિશ્વાસ વધારવાનો હતો. મેચ 10 ટીમો વચ્ચે ઉત્સાહ અને ખેલદિલીથી રમવામાં આવી હતી. ટીમોમાં ક્રિકેટ પ્રત્યે પેશન અને એક સાથે રમવાની ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે હેરિટેજ ઇન્ફ્રાસ્પેસના સ્થાપક-દિગ્દર્શક ગગન ગોસ્વામીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ દેશમાં તંદુરસ્તી માટેની એક નવી ક્રાંતિ છે. 26 જાન્યુઆરી 2020ને અલગ જ રીતે ફિટ રહી ઉજવવાની આ શ્રેષ્ઠ રીત છે. લોકો ભાગ્યે જ કસરત કરવાનો સમય પોતાના શરીરને આપે છે અથવા આપણે એક જ દિવસમાં ભાગ્યે જ 500 મીટરની આસપાસ વૉક કરતા કે ફરતા હોઈએ છીએ. આ આળસના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીઝ, થાક, સ્ટ્રેસ વગેરે જેવી ઘણી સમસ્યાઓ વધી રહી છે, પરંતુ તંદુરસ્ત વ્યક્તિ સ્વસ્થ સમાજને અસરકારક અને મજબૂત બનાવી શકે છે. "હેરિટેજ પ્રીમિયર લીગ સીઝન ટુ 2020" થકી અમારો પ્રયાસ લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિ અને રમતગમત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.