ETV Bharat / state

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 15-16 જૂને પડી શકે છે અતિભારે વરસાદ - સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

rain
rain
author img

By

Published : Jun 13, 2020, 2:21 PM IST

Updated : Jun 13, 2020, 3:12 PM IST

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે, ત્યારે 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ઉદભવતા અસર થશે. જેના કારણે રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.અમદાવાદમાં પણ ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. કારણ કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા અપરએર સાયકલોનિક સરકયુલેશન જોવા મળતા જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

Last Updated : Jun 13, 2020, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.