અમદાવાદ: રાજ્યમાં તમામ મેધમહેર જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ગતરોજ અમદાવાદના પૂર્વ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જેના પગલે આગામી સમયમાં ભારે વરસાદની આંશકા સેવાઇ રહી છે. જેને પગલે AMC દ્નારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રુમ સાથે સાતેય ઝોનમાં કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રુમથી CCTV કેમેરા થકી શહેર પર બાજ નજર રાખવામાં આવશે.
જેમાં મુખ્ય કંટ્રોલ રુમ પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યરત રહેશે.આ ઉપરાંત વરસાદમાં કોઇપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો શહેરના નાગરિકજનો ટોલ ફ્રી નંબર 9978355303 ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના દરેક ઝોનમાં વરસાદના માપણી કરવામાં માટે રેઇનગેઝ મશીન મુકવામાં આવ્યા છે. ચાલુ વરસાદમાં પાણી ભરવવાની સમસ્યા ઉદભવે અને શહેરમાં કોઇ શોર્ટ સર્કિટની ફરિયાદ આવે તો તેની તાત્કાલિક નિવારણ માટે ટોરેન્ટ પાવરના અનુભવી કર્મચારીને 24 કલાક માટે કંટ્રોલ રુમ ખાતે હાજર રાખવામાં આવ્યા છે-- એ.સાર.ખરસાણ ( ડે.કમિશનર)
સ્ટેન્ડ બાય રહેવાનાં આદેશ: અમદાવાદ શહેરના ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય તો લોકો સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તેમજ બચાવની કામગીરી માટે અમદાવાદ ફાયર અને ઇમરજન્સી વિભાગની 15 રેસક્યુ ટીમ, બોટીંગ ટીમ 5 ,રેસક્યુ માટે 5 નંગ બોટ ઉપરાંત બચાવ માટે જરુર પડતી તમામ સાધન સામગ્રી સાથે તમામ લોકો સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તા પર ઝાડ તુટી પડવાની ધટના આવે કે કોઇ પણ જગ્યા પર પાણી ભરાવવાની ધટના સામે આવે તો તેને તાત્કાલીક ઘટના સ્થળે જઇ તે સમસ્ચાનું નિરાકરણ લાવવાની સુચના આપી દેવામા આવી છે.
અલગ અલગ 62 જેટલી ફરિયાદ મળી: અમદાવાદમા અંદાજિત 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેના કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ હતી. દરેક ઝોનના વરસાદની વાત કરવામાં આવે તો 29-06-2023ના રોજ બપોરના 36 વાગ્યા સુધીમાં શહેરમાં અંદાજિત 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કોતરપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નરોડામાં 4 ઇંચ અને નિકોલમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ગત રોજ પડેલા વરસાદમાં કંટ્રોલ રુમ ખાતે કુલ 62 ફરિયાદ સામે આવી હતી. જેમાં ઉતરઝોનમાં 1 જગ્યા પર ઝાડ તુટી પડવાની તેમજ અલગ અલગ ઝોનમાં વરસાદી પાણી ભરવાની ફરિયાદ આવી હતી જેમાં મધ્યઝોન 3 ફરિયાદ, પૂર્વઝોનમાં 20 ફરિયાદ, ઉતર પચ્છિમ ઝોનમાં 9 ફરિયાદ, ઉતર ઝોનમાંન 26 ફરિયાદ, દક્ષિણ ઝોન એમ કુલ મળીને 61 જેટલી ફરિયાદ મળી હતી.