ETV Bharat / state

Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમી સાંજે વરસાદ વરસતા ઉકરાટથી રાહત, ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ

author img

By

Published : Jul 7, 2023, 10:39 PM IST

અમદાવાદ શહેરમાં ભારે ઉકરાટ બાદ સમી સાંજે ભારે વરસાદ વરસ્યો હતો. માત્ર એક કલાકમાં જ સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાથે જ વાસણા બેરેજમાં પણ પાણીની આવક થતાં ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ
ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ

અમદાવાદ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ઉકરાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજ સાંજે વાાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ એસજી હાઇવે પર તેમના શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા જ પાણી ભરવાની સમસ્યા સામે આવી હતી જેના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ
ઠેર ઠેર સર્જાયો ટ્રાફિક જામ

સરેરાશ 2 ઇચ જેટલો વરસાદ: અમદાવાદ શહેરમાં સાંજે 5 વાગ્યા બાદ શરૂ થયેલ વરસાદ અંદાજિત બે ઇંચ જેટલો વરસ્યો હતો. જેમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદની વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનના ઓઢવમાં 2.5 ઇંચ, વિરાટનગરમાં 2.5 ઇંચ, નિકોલમાં 2.5 ઇંચ અને કઠવાડા ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પશ્ચિમ જોરના ટાગોર ખાતે 2 ઇંચ ઉસ્માનપુરા 2 ઇંચ અને રાણીપ ખાતે 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શહેરના ઉત્તર પશ્ચિમની વાત કરવામાં આવે તો બોડકદેવમાં 1 ઇંચ, સરખેજ 2 ઇંચ, જોધપુર 1.5 ઇંચ, મકરબા0 1.5 ઇંચ, દૂધેશ્વર 1.5 ઇંચ, મેમ્કો 2 ઇંચ, કોતરપુર 1 ઇંચ અને મણિનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

મીઠાખળી અન્ડરપાસ બંધ: અમદાવાદમાં સાંજે પડેલા વરસાદને કારણે નવરંગપુરા વિસ્તારમાં આવેલ મીઠાખળી અન્ડર પાસને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી થોડાક સમયની અંદર ફરી એકવાર અન્ડરપાસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પરંતુ સાંજે પડેલા વરસાદથી એસજી હાઇવે શ્રીજી રોડ આશ્રમ રોડ સહિતના રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં પડ્યા હતા.

વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલ્યા: સાબરમતી નદી પર બાંધવામાં આવેલ વાસણા બેરેજમાં પણ પાણીની આવક થતા ગેટ નંબર 25, 26 અને 28ને 350 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે દરવાજા નંબર 19, 20, 21, 22ને અઢી ફૂટ, જ્યારે 29 અને 30 નંબરના દરવાજાને ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે 25,263 ક્યુસેક પાણીની આવક થવા પામી છે.

  1. Gujarat Rain News : આગાહી પ્રમાણે 5 દિવસ ગુજરાતમાં મેઘરાજા માહોલ જમાવશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ
  2. Rajkot Rain: ઉપલેટામાં સતત વરસાદથી આનંદની લહેર, મોજ ડેમના 12 દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.