ETV Bharat / state

ગુજરાત પાણી-પાણી : સાંબેલાધાર વરસાદથી સમગ્ર રાજ્યના હાલ બેહાલ - Gujarat rain update

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ક્યા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે તે અંગે ETV BHARATનો વિશેષ અહેવાલ...

All Over Rain Story
All Over Rain Story
author img

By

Published : Aug 30, 2020, 7:02 PM IST

Updated : Aug 30, 2020, 8:52 PM IST

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, આગામી 2 દિવસ સુધી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ વરસી શકે છે.

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેરઠેર પાણી ભરાવવાની સ્થિતિ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના વહેલી સવારે જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેના કારણે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

ભારે વરસાદને પગલે કોર્પોરેશનની પોલ થોડાક જ વરસાદે ખોલી નાખી હતી, જે રીતે કોર્પોરેશન પ્રિમોન્સુન કામગીરીની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. જોકે કથની અને કરણીમાં અનેક અંતર જોવા મળી રહ્યું છે, કારણ કે, વહેલી સવારે એક કલાક જેટલા સમયમાં જે રીતે વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું તેના કારણે નરોડા જેવા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી

રાજકોટ : ગોંડલ શહેર તેમજ તાલુકામાં રવિવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગોંડલની ગોંડલી નદી પણ ગાંડી તૂર બની છે. ગોંડલી નદી 2 કાંઠે વહેતા પાણીમાં 32 લોકો ફસાયા હતા. જેથી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનો દ્વારા ફસાયેલા તમામ લોકોની રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ગોંડલી નદીમાંથી 21 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

જૂનાગઢ : સતત વરસાદ વરસવાને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે. આ જળાશયોમાં પાણીનો જથ્થો વધતા તેના દરવાજાઓ જરૂરિયાત મુજબ ખોલવામાં આવી રહ્યા છે. જેમાં આંબાજળ, સરસઈ, ઓઝત, વિયર અને વ્રજમી ડેમ છલકાઈ ગયા છે. ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેને ધ્યાને રાખીને નદીના પટ વિસ્તારના ગામો તેમજ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે તમામ જળાશયો ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

જૂનાગઢ : માળીયા હાટીનાના વડીયા પાસે આવેલી વ્રજમી નદીમાં ભારે પૂર આવતા 6 થી 7 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનરાધાર વરસાદને પગલે આ નદી પરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. વડીયાના પૂર્વ સરપંચ જે. કે. કાગડાએ જણાવ્યું હતું કે આ નદી પર બેઠો પુલ હોવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તા બંધ થઇ જાય છે અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે. લાંબા સમયથી આ નદી પર મોટો પુલ બંધાવવાની માગણી કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઇ કામગીરી કરવામાં આવી નથી.

માળીયા હાટીનાની વ્રજમી નદીમાં પૂર, 6 થી 7 ગામના રસ્તા બંધ

રાજકોટ : જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાઇ ગયા હતા. જ્યારે રાજકોટમાં લક્ષ્મીનગરનું નાળુ, રેલવે નગરનો અંડરપાસ, કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડર બ્રિજ, સહિતના બ્રિજમાં કમર ડૂબ સુધીના પાણી ભરાયા હતા.

રાજકોટના પરા બજારમાં વરસાદી પાણીની નદી, વીડિયો વાયરલ

બે કલાકમાં રાજકોટમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં અગાઉ પણ ભારે વરસાદ આવ્યો હતો, પરંતુ બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રાજકોટ મનપા તંત્ર પણ એલર્ટ થયું હતું. જ્યારે રાજકોટના નાના મોટા ડેમ અને તળાવ વરસાદી પાણીના કારણે ફરી ઓવરફલો થયા હતા.

રાજકોટ થયું પાણી પાણી, 2 કલાકમાં 5 ઈંચ વરસાદ

શહેરની મુખ્ય નદી આજી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. જેને લઇને નદીની આસપાસ રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી હતી. વહેલી સવારથી જ રાજકોટમાં ધમાકેદાર વરસાદ પડતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ : શહેર નજીક નર્મદાનું જળ સ્તર વધતા નદીના પાણી સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ગયા છે. ત્યારે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમ ક્રિયા કરતા સ્વયંસેવકો નજરે પડ્યા હતા. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં સૌ પ્રથમવાર અલાયદું સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે નર્મદા નદીના પટમાં ઉભા કરાયેલા આ સ્મશાન સુધી નર્મદા નદીના નીર પહોંચી ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડાતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. નદીનું જળસ્તર હજુ વધવાની સંભાવના છે, ત્યારે સ્મશાન નદીના પાણીમાં ગરકાવ થઈ જશે ત્યારબાદ કોરોનાગ્રસ્ત મૃતકના અંતિમસંસ્કાર ક્યાં કરવા એ પ્રશ્ન ઉભો થશે.

ભરૂચ નજીક નર્મદાનું જળ સ્તર વધતા નદીના પાણી સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી પહોંચ્યા

દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં આવેલા કુબેર વિસોત્રી ગામે ભારે વરસાદથી ખેડૂતોને હાલાકી પડી રહી છે. જામખંભાળિયા તાલુકાનું કુબેર વિસોત્રી ગામે પુલ અને કોઝવે પર પાણીના ધસમસતા પ્રવહ વચ્ચે લોકો અવર જવર કરવા મજબૂર બન્યા છે. ઘણા સમયથી વરસાદી સમસ્યાને લઇ ગામના લોકોએ ફરિયાદ પણ કરી છે પણ સ્થાનિક અધિકારીઓ તપાસ કરવા માટે આવ્યા નથી. સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ પણ જિલ્લા કલેક્ટર, મામલતદાર અથવા ચૂંટણી સમયે મતની માગ કરવા આવતા ધારાસભ્ય કે સાંસદ અહી મુલાકાત સુદ્ધા માટે પણ ફરક્યા નથી.

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ, કુબેર વિસોત્રી ગામના ગ્રામજનો જીવના જોખમે થઇ રહ્યા છે પસાર

વાપી : વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરુણદેવની મહેર યથાવત જોવા મળી રહી છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં વ્યાપેલી દુષ્કાળની દહેશતને દૂર થઇ છે. વલસાડ જિલ્લામાં 30 ઓગસ્ટ સુધીમાં 1776 MM વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં 30મી ઓગસ્ટના સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામમાં 38 MM, કપરાડામાં 82 MM, ધરમપુરમાં 94 MM, પારડીમાં 41 MM, વલસાડમાં 83 MM અને વાપીમાં 46 MM વરસાદ નોંધાયા બાદ હજુ પણ સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, સમગ્ર વલસાડ જિલ્લામાં વરુણદેવની મેઘમહેર

વડોદરા : શહેરમાં છેલ્લા પાંચ કલાકથી 3 ઇંચ અનરાધાર વરસાદને પગલે અલકાપુરી, ગોરવા, સયાજીગંજ સહિત માંડવી, લહેરીપુરા જેવા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતાં શહેર માટે પાણીના મુખ્ય સ્ત્રોત આજવા સરોવરની સપાટી 12 કલાક સુધી 212.50 ફૂટ પહોંચી છે જ્યારે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12.50 ફૂટે પહોંચી હતી.

વડોદરામાં જળબંબાકાર, કરોડોના ખર્ચે થયેલી પ્રીમોન્સૂન કામગીરી પાણીમાં

નર્મદા : સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગરમાંથી છોડવામાં આવ્યું છે. પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવરમાં આવતા બંધની જળ સપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટ 5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.58 મીટરે પહોંચી છે. ત્યારે ઉપરવાસમાંથી હજુ પણ વિપુલ માત્રામાં પાણી આવી રહ્યું છે. નર્મદા નિગમે રવિવારે 8.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના 52 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમની જળ સપાટી 131.58 મીટરે પહોંચી

નર્મદા/કેવડીયા : સરદાર સરોવર ડેમમાં ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા બંધની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ થયું હતું. તંત્ર દ્વારા 5 મીટરથી 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.12 મીટર પર પહોંચી છે.

ભરૂચ : નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 16 ફૂટને પાર પહોંચી છે, ત્યારે આવતીકાલે નદીનું જળસ્તર 30 ફૂટની સપાટી વતાવે એવી શકયતાના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.

જામનગર : જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે સતત 14 દિવસથી વરસતા વરસાદથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતાં નવાનાગના ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જામનગરથી 10 કિલોમીટર દૂર આવેલ નવાનાગના ગામ અને જામનગરને જોડતા પુલ પર પૂર આવ્યું છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં વસઇ ગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જામજોધપુરના મોટા ખડબા ગામમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અરવલ્લી : એક અઠવાડીયાના બફારા અને ઉકળાટવાળા વાતવરણ પછી હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં શનિવાર રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 12 કલાકમાં જિલ્લાના ભિલોડામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, માલપુર, બાયડ અને ધનસુરામાં અડધો ઇંચ જ્યારે મોડાસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના તમામ ડેમમાં પાણી આવક થઇ રહી છે. જિલ્લાના માઝુમમાં 355 ક્યુસેક, મેશ્વોમાં 590 ક્યુસેક, વાત્રકમાં 350 ક્યુસેક અને વયડીમાં 330 ક્યુસેક પાણીની આવક થઇ છે.

અરવલ્લીમાં અઠવાડીયાના વિરામ બાદ મેઘરાજાની રિએન્ટ્રી

મોરબી : જિલ્લામાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે ઘણા ગામોની અંદર ખેતીના પાકની સાથે અન્ય નુકસાન પણ થતું હોય છે, પરંતુ ટંકારા તાલુકાનું મેઘપર ઝાલા ગામ દર વર્ષે ચોમાસામાં લગભગ મોટાભાગના દિવસો જ્યારે ભારે વરસાદ પડે ત્યારે સંપર્ક વિહોણુ થઈ જાય છે.

કચ્છ/ભુજ : 26 વર્ષ બાદ ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર તળે કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના અબડાસા તાલુકામાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવ્યો છે. જ્યારે અબડાસામાં કુલ 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભુજમાં ત્રણ ઈચ વરસાદ નોંધાયો હતો.

ખેડા : રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આજથી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સાંજથી ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. જિલ્લાના નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તાર તેમજ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહીને લઇ જિલ્લામાં તંત્ર દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે.

મહીસાગર : ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલી ડેમમાંથી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદી ગાંડી તુર બની છે. મહી નદી પર આવેલા હાડોળ પુલ, ઘોડીયાર પુલ તેમજ આંત્રોલી પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર આર. બી. બારડે મહી નદી પર આવેલા હાડોળ બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યારે મહી બજાજ ડેમમાંથી 2,68,164 ક્યુસેક પાણીની આવક થતા કડાણા ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. જેથી કડાણા ડેમનું રુલ લેવલ 416 જાળવી રાખવા કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલવામાં આવ્યા હતા. મહી નદીના કિનારે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધી, ડેમના 14 ગેટ ખોલી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું

ભાવનગર : શહેર જિલ્લામાં મેઘરાજાની સવારી છેલ્લા ત્રણ દિવસથી થોભી ગઈ હતી. ત્યારે જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ભાવનગર શહેરમાં વરસાદનું આગમન થયું હતું. જેમાં બપોરના સમયે થયેલા ધોધમાર વરસાદથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બફારાનો સંપૂર્ણ અંત આવ્યો હતો.

મોરબી : જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, તો મોરબીના મુખ્ય રોડ શનાળા રોડ પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પણ બંધ થઇ ગયા હતા. તેમજ સતત વરસાદી માહોલ યથાવત રહેતા શહેરના શનાળા રોડ, રવાપર રોડ, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

જૂનાગઢ : શહેર અને જિલ્લામાં એકંદરે મેઘરાજાએ ખમૈયા કરતાં લોકોમાં હાશકારો વ્યાપ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી જે પ્રકારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તાબડતોડ ઇનિંગ ખેલીને અત્ર-તત્ર-સર્વત્ર પાણી-પાણી કરી નાંખ્યું હતું.

પાટણ : શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું જોરદાર જામ્યું છે, ત્યારે ગુરુવારે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કચ્છ : જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મંગળવાર સાંજથી ભુજમાં પણ વરસાદ શરૂ થયો છે. ભૂજમાં મંગળવારે સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Last Updated : Aug 30, 2020, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.