ETV Bharat / state

Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ - Habeas Corpus Case in the HC

નિત્યાનંદ આશ્રમ વિવાદાસ્પદ કેસમાં (Nityanand Ashram Controversial Case) ગુમ થયેલી બે યુવતીઓ પરત લાવવા માટે તેમના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ નોંધાવી હતી. જે અંગે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. પરંતુ બંને યુવતીને જમૈકાના છોડવા માંગી નથી.

Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ

author img

By

Published : Mar 10, 2022, 9:39 AM IST

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદાસ્પદ કેસમાં (Nityanand Ashram Controversial Case) ગુમ થયેલી બે યુવતીઓ પરત લાવવા માટે તેમના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ નોંધાવી હતી. અરજદારના વકીલ, પ્રીતેશ શાહે, જણાવ્યું કે, બંને યુવતીને હવે જમૈકા એમ્બેસી સમક્ષ હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે. 4 અઠવાડીયામાં તમામ ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂરી કરો અને હાજર થાય તેવું હાઇકોર્ટે ફરમાન કર્યું છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદાસ્પદ કેસમાં મામલે સુનાવણી

આ પણ વાંચો : Ahmedabad Serial Bomb Blast : 38 આરોપીઓને મફત કાયદાકીય અપાશે લાભ : હાઈકોર્ટ

બંને યુવતીને જમૈકાના છોડવા હાઇકોર્ટનો આદેશ

હાઈકોર્ટે આ પહેલા યુએન એમ્બેસી સમક્ષ હાજર રહેવા કહ્યું હતું. પરંતુ તેમાં લાંબી પ્રોસીજર હોવાથી જમૈકાની એમ્બેસી (Embassy of Jamaica) સમક્ષ હાજર રહેવા કહ્યું છે. બંને દીકરીઓના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોપ્સ અરજી (Habeas Corpus Case) કરી હતી. હાલ બંને યુવતીને જમૈકાના છોડવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી

ભારતીય દૂતાવાસમાં હાજર રહેવા માંગતી નથી

આ અગાઉ પણ સુનાવણી દરમિયાન બંને યુવતીઓએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે, તે બંને નજીકની કોઈપણ ભારતીય દૂતાવાસમાં હાજર રહેવા માંગતી નથી. તે માત્ર યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ કમિશન માં (UNHCR) રહેલા ભારતીય હાઈ કમિશનની ઓફિસમાં આવીને હાઇકોર્ટ સમક્ષ (Habeas Corpus Case in the HC) ઓનલાઈન હાજર રહેવા કહેતી હતી. તેમને તેના પિતાથી ડર લાગી રહ્યો છે. તેવું પણ તેમણે જણાવ્યું હતું. પરંતુ હવે કોર્ટે આ બાબતે કડક વલણ દાખવીને જમૈકામાં હાજર રહેવા નિર્દેશ આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.