દરેક શહેરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે તહેવારો પર તેમાં પણ ખાસ કરીને દિવાળીમાં મિઠાઇ તેમજ ફરસાણની માગ વધારે હોય છે. તેથી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગે ફરસાણ બનાવતી દુકાનો પર દરોડા પાડ્યા હતાં. તહેવારોમાં ખવાતી વિવિધ ચિજવસ્તુઓ તૈયાર મળતી થઇ ગઇ છે, ત્યારે વેપારીઓ વધુ નફો રળી લેવા માટે આરોગ્યને નુકશાન પહોંચાડતી ચીજવસ્તુઓ તહેવારોના સમયમાં વેચતા હોય છે.
શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ચીજવસ્તુઓ ખાવા માટે મળે તે માટે અમદાવાદ મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પૂર્વે કડક ચેકિંગ શરૂ કરવામાં આવે છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. 15 જેટલી જગ્યા પરથી નમૂના લેવામાં આવ્યા હતા.