અમદાવાદ: રાજ્યમાં ફેલાયેલા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના મોટા શહેરોમાં પ્રવેશતા વિવિધ માર્ગો પર વાહનોમાં આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનની ટીમો દ્વારા પણ કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ માટે બાકરોલ ચેક પોઇન્ટ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 18 ઓગસ્ટના રોજ 15 ST બસ અને 49 ખાનગી કાર સહિત કુલ 64 વાહનોના પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરીને કુલ 322 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 03 વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા આ ચેક પોઇન્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા પ્રવાસીને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ પ્રવાસીને આપવામાં આવશે.