ETV Bharat / state

GPSCની ભરતીમાં MA સોશ્યોલોજીની ડિગ્રીને MSWની સમાન ગણાવવાની રીટ હાઇકોર્ટે ફગાવી - gujarati news

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરાતી લેબર કમિશનર (વર્ગ-૧)ની ભરતી માટે MA (સોશ્યોયોલોજી)ની ડિગ્રીને માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) સમકક્ષ ગણવાની માગણી કરતી રીટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. હાઇકોર્ટે રીટ ફગાવતા નોંધ્યું છે કે, શૈક્ષણિક ડિગ્રીઓની સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય કોર્ટનું નથી.

GPSCની ભરતીમાં M.A સોશ્યોલોજીની ડિગ્રીને M.S.Wની સમાન ગણાવવાની રીટ હાઇકોર્ટે ફગાવી
author img

By

Published : Jun 5, 2019, 11:05 PM IST

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરાતી લેબર કમિશનર (વર્ગ-૧)ની ભરતી માટે MA (સોશ્યોયોલોજી)ની ડિગ્રીને માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) સમકક્ષ ગણવાની માગણી કરતી રીટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. અરજદારની રજૂઆત હતી કે, તેની પાસે MA (સોશ્યોયોલોજી)ની ડિગ્રી હોવાથી લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ તેને ઇન્ટરવ્યુમાંથી બાકાત કરવામાં આવ્યાં છે, કારણ કે ભરતી માટે માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રીની જરૂરિયાત હતી.

હાઇકોર્ટે રીટ ફગાવતા નોંધ્યું છે કે, શૈક્ષણિક ડિગ્રીઓની સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય કોર્ટનું નથી. અરજદારે પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. ઇન્ટરવ્યુ થતાં પહેલાં GPSC દ્વારા અરજીઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, અરજદારની શૈક્ષણિક લાયકાત MA સોશ્યોયોલોજી છે, પરંતુ ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં સોશિયલ વર્ક અથવા લેબર વેલ્ફેરમાં માસ્ટર ડિગ્રીની શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત દર્શાવી હતી. અરજદારની રજૂઆત જણાવ્યું હતું કે, GPSC દ્વારા હાથ ધરાતી અન્ય કેટલીક ભરતીઓમાં MA (સોશ્યોયોલોજી) અને માસ્ટર ઓફ સોશિયલ વર્કને સમકક્ષ ગણવામાં આવે છે. આ ઉપરાંત તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરાતી આસિસ્ટન્ટ લેબર કમિશનર અથવા લેબર ઓફિસરની ભરતીમાં પણ MA (સોશિયોલોજી)ની ડિગ્રી માન્ય ગણવામાં આવે છે.

આરજદારની રજૂઆત સાંભળીને કોર્ટે રીટ ફગાવતાં નોંધ્યું છે કે, અન્ય કોઇ હોદ્દાની ભરતી માટે GPSCએ MA (સોશિયોલોજી) અને માસ્ટર ઓફ સોશિયલ વર્કને સમકક્ષ ગણાવ્યાં હતા. ડિગ્રીઓને સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય કોર્ટનું નથી. ભરતીઓ માટે જરૂરી ડિગ્રીઓ અને ડિગ્રીઓની સમાનતા નક્કી કરવાનું કામ શૈક્ષણિત ક્ષેત્રના વિદ્વાનોનું છે કોર્ટનું નથી.

R_GJ_AHD_09_05_JUNE_2019_GPSC_BHARTI_MA_MSW_HC_REJECT_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - GPSCની ભરતીમાં MA સોસીયોલોજીની ડિગ્રીને MSW સમક્ષ ગણવાની રિટ હાઇકોર્ટે ફગાવી

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરાતી લેબર કમિશનર(વર્ગ-૧)ની ભરતી માટે એમ.એ.(સોશિયોલોજી)ની ડિગ્રીને માસ્ટર ઓફ સોશિયલ વર્ક(એમ.એસ.ડબલ્યૂ.) સમકક્ષ ગણવાની માગણી કરતી રિટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. 

અરજદારની રજૂઆત હતી કે તેની પાસે એમ.એ (સોશિયોલોજી)ની ડિગ્રી હોવાથી લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ તેને ઇન્વર્વ્યૂમાંથી બાકાત કરવામાં આવ્યા છે, કારણ કે ભરતી માટે માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રીની જરૃરિયાત હતી. હાઇકોર્ટે રિટ ફગાવતા નોંધ્યું છે કે શૈક્ષણિક ડિગ્રીઓની સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય કોર્ટનું નથી.

 અરજદારે આ પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. ઇન્ટર્વ્યૂ હાથ ધરતા પહેલાં જી.પી.એસ.સી.એ અરજીઓની સ્ક્રુટિની હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે અરજદારની શૈક્ષણિક લાયકાત એમ.એ.(સોશિયોલોજી) છે, જ્યારે ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં સોશિયલ વર્ક અથવા લેબર વેલ્ફેરમાં માસ્ટર ડિગ્રીની શૈક્ષણિક લાયકાતની જરૃરિયાત દર્શાવવામાં આવી હતી. અરજદારની રજૂઆત હતી કે જી.પી.એસ.સી. દ્વારા હાથ ધરાતી અન્ય કેટલીક ભરતીઓમાં એમ.એ.(સોશિયોલોજી) અને માસ્ટર ઓફ સોશિયલ વર્કને સમકક્ષ ગણવામાં આવે છે. આ ઉપરાંત તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરાતી આસિસ્ટન્ટ લેબર કમિશનર અથવા લેબર ઓફિસરની ભરતીમાં પણ એમ.એ.(સોશિયોલોજી)ની ડિગ્રી માન્ય ગણવામાં આવે છે. હાઇકોર્ટે રિટ ફગાવતા નોંધ્યું છે કે અન્ય કોઇ હોદ્દાની ભરતી માટે જી.પી.એસ.સી.એ એમ.એ.(સોશિયોલોજી) અને માસ્ટર ઓફ સોશિયલ વર્કને સમકક્ષ ગણાવ્યા હતા. ડિગ્રીઓને સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય કોર્ટનું નથી. ભરતીઓ જરૃરી ડિગ્રીઓ અને ડિગ્રીઓને સમકક્ષતા નક્કી કરવાનું કાર્ય શૈક્ષણિત ક્ષેત્રના વિદ્વાનોનું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.