ETV Bharat / state

નળ સરોવરના ગામમાં પ્રવેશવા અંગે મુકાયેલા પ્રતિબંધ મુદ્દે હાઇકોર્ટે વન વિભાગને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો - gujarat

અમદાવાદ: નળસરોવર અભ્યારણની હદ વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામમાં પ્રવેશવા સાંજના 5થી સવારના 7 વાગ્યે સુધીમાં વન વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને પડકારતી રિટમાં જસ્ટિસ એ.વાય. કોગજે રાજ્ય સરકાર, પ્રિન્સિપાલ ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ, સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.

નળ સરોવરના ગામમાં પ્રવેશવા અંગે હાઇકોર્ટે વન વિભાગને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
author img

By

Published : Jul 10, 2019, 11:22 PM IST

અરજદાર વતી વકીલ આઈ.એસ. ઐયરે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, નળ સરોવર અભયારણ્ય વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામમાં લોકોના પ્રવેશવા પર વન વિભાગ દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના કારણે કોઇ ઇમરજન્સી કામ હોય તેમ છતાં લોકો બહાર જઇ શકતા નથી. વનવિભાગના આદેશથી સ્થાનિક ગ્રામજનોના જીવનમાં પડતી અવરોધ મુદ્દે રીટ દાખલ કરવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા મર્યાદિત સમયગાળા દરમિયાન ગ્રામજનો પર અભ્યારણમાં પ્રવેશવા મુદ્દે મૂકવામાં આવેલો પ્રતિબંધ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ 1972ના સેક્શન 27(1)(c) નું ઉલંઘન છે. વન વિભાગ દ્વારા જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે મૂળભૂત અધિકાર આર્ટિકલ 19(1)(D)નું પણ ઉલ્લંઘન છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1969માં બહાર પાડવામાં આવેલા ઠરાવ પ્રમાણે નળસરોવર અભ્યારણ હદ વિસ્તારની 115 ચો.મી. વિસ્તારને ગેમ સેન્ચ્યુરી તરીકે ગણવામાં આવે છે. ૧૩ કિલોમીટર સુધીના વિસ્તારને ઈકો સેન્સીટીવ ઝોન માનવામાં આવે છે. જેના આધારે વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોના અવર-જવર પર મર્યાદિત સમય એટલે કે સાંજના 5 થી સવારના 7 વાગ્યે સુધી પ્રતિબંધ મૂક્યો છે. જેને હાઇકોર્ટમાં સ્થાનિક લોકો દ્વારા પડકારવામાં આવ્યો છે.

નળ સરોવર અભ્યારણની હદમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા રાણાગઢ ગામના લોકો પર અભ્યારણ કે તેના આસપાસના વિસ્તારમાં સાંજના પાંચ થી સવારના સાત વાગ્યા સુધીમાં અવર-જવર કરવા મુદ્દે પ્રતિબંધ મુક્યો છે.

Intro:નળસરોવર અભ્યારણની હદ વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામમાં લોકોના સાંજના 5 થી સવારના 7 વાગ્યે સુધીમાં વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી રિટમાં બુધવારે જસ્ટિસ એ.વાય. કોગજે રાજ્ય સરકાર, પ્રિન્સિપાલ ચીફ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ, સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે... આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે....

Body: અરજદાર વતી વકીલ આઈ.એસ. ઐયરે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે નળ સરોવર અભયારણ્ય વિસ્તારમાં આવેલા રાણાગઢ ગામમાં લોકોના પ્રવેશવા પર વન વિભાગ દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે તેને લીધે કોઇ ઇમરજન્સી કામ હોય તેમ છતાં લોકો બહાર જઇ શકતા નથી અને રાત્રે મોઢે ઘરે આવનાર લોકો પણ ગામમાં પ્રવેશ કરી શકતા નથી. વનવિભાગના આદેશથી સ્થાનિક ગ્રામજનોના જીવનમાં પડતી અવરોધ મુદ્દે રીટ દાખલ કરવામાં આવી હતી

વન વિભાગ દ્વારા મર્યાદિત સમયગાળા દરમિયાન ગ્રામજનો પર અભ્યારણમાં પ્રવેશવા મુદ્દે મૂકવામાં આવેલો પ્રતિબંધ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ 1972ના સેક્શન 27(1)(c) નું ઉલંઘન છે...વન વિભાગ દ્વારા જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એ મૂળભૂત અધિકાર આર્ટિકલ 19(1)(ડી)નું પણ ઉલ્લંઘન છે..

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1969માં બહાર પાડવામાં આવેલા ઠરાવ પ્રમાણે નળસરોવર અભ્યારણ હદ વિસ્તારની 115 ચો.મી. વિસ્તારને ગેમ સેન્ચ્યુરી તરીકે ગણવામાં આવે છે અને ૧૩ કિલોમીટર સુધીના વિસ્તારને ઈકો સેન્સીટીવ ઝોન માનવામાં આવે છે.. જેના આધારે વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોના અવર-જવર પર મર્યાદિત સમય એટલે કે સાંજના 5 થી સવારના 7 વાગ્યે સુધી પ્રતિબંધ મૂક્યો છે. જેને હાઇકોર્ટમાં સ્થાનિક લોકો દ્વારા પડકારવામાં આવ્યો છે..

Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે નળ સરોવર અભ્યારણ ની હદમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા રાણાગઢ ગામના લોકો પર અભ્યારણ કે તેના આસપાસના વિસ્તારમાં સાંજના પાંચ થી સવારના સાત વાગ્યા સુધીમાં અવર-જવર કરવા મુદ્દે પ્રતિબંધ મુક્યો છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.