અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આતંકી વિશે વધુ તપાસ અને વિગતો મેળવવાની રજુઆતે આતંકી મહંમદ યુસુફ અબ્દુલ વહાબના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જોકે કોર્ટે આરોપીના 30મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતાં. ક્રાઈમ બ્રાંચે અલગ અલગ સાત જેટલા તપાસના કારણો રજુ કરી રિમાન્ડની માગ કરી હતી. આતંકી 16 વર્ષથી ફરાર હતો તે ક્યાં રહેતો હતો અને કોના પાસેથી પૈસા લઈ ફંડિંગ કરતો હતો, આ સમગ્ર કારણોની વધુ તપાસ માટે રિમાન્ડની માગ કરાઈ હતી.
આતંકી સઉદીના જિદાહથી અમદાવાદ આવી ગયો હતો, ત્યારે બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATS સંયુકત કામીગીરીથી આતંકી મહંમદ યુસુફની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે આતંકી પોતાની બીજી પત્નીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આતંકીના ઘર પર વોચ રાખી હતી અને પેસેન્જર લિસ્ટમાં તેના નામની તપાસ કરી હતી. આતંકી પર વર્ષ 2003માં AMCની બસમાં બ્લાસ્ટ કરવા અને ગોધરાકાંડનો બદલો લેવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. આતંકી ત્રણવાર આંગડિયા પેઢી મારફતે, ત્રણવાર તેણે પિતરાઈ ભાઈ અબ્દુલ લતિફ અને અબ્દુલ માજીદને આતંકવાદ ફેલાવવા ફંડિંગ કર્યું હતું.