ETV Bharat / state

Harsh Sanghvi Jignesh Mewani Twitter War: રાજ્યના ગૃહપ્રધાન અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના ટ્વીટર વોર વચ્ચે લોકોએ કાઢી ભડાસ

રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નામ લીધા વિના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો, જેના પલટવારમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ કટાક્ષ કરવાની તક ચૂક્યા નથી. આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. ટ્વીટર પર આ બંનેના ટવીટ બાદ સતત કોમેન્ટનો મારો થઈ રહ્યો છે. લોકો હવે પોતાની ભડાશ કાઢી રહ્યાં છે.

Harsh Sanghvi Jignesh Mewani Twitter War

author img

By

Published : Feb 10, 2023, 12:07 PM IST

અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના ભાષણ બાદ એક ટ્વીટ કર્યું હતું જેને લઈને તેઓ વિવાદમાં આવી ગયા છે. તેઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર તંજ કસ્યો હતો. જો કે ત્યાર બાદ ગૃહ રાજ્ય પ્રધાનના ટ્વીટ બાદ અનેક લોકોએ તેમના ટ્વીટને રીટ્વીટ કરીને પોતાની વાતો લખી હતી. કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વીટર પર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.

રાજ્યના ગૃહપ્રધાન અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના ટ્વીટર વોર

ટ્વીટર વોર: ગુજરાતના રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટરમાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર એવું લખી દીધું કે ટ્વિટરમાં ભાજપ-કોંગ્રેસમાં શાબ્દિક વોર શરુ થઈ ગયો. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું કે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ દાઢી વધે બુદ્ધિ નહીં. આ ટ્વિટ જોઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો શરુ કર્યા હતા. જવાબમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને ટેગ કરીને લખ્યું હતું કે હવે એક વાત કન્ફર્મ છે. જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં તમે ગૃહમંત્રી બની શકો છો.

  • હવે એક વાત "કન્ફર્મ" છે...!

    જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!!

    — Harsh Sanghavi (@sanghaviharsh) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, જાણો કોણ છે આ મહિલા

અન્ય ટ્વીટર યુઝર પણ કર્યા ટ્વીટ: ગુજરાતમાં તાજેતરમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. હિતેન્દ્ર પીઠડીયા નામના ટ્વીટર યુઝરે આ મામલે સવાલ ઉભો કરતા રાજ્યના ગૃહ પ્રધાનના ટ્વીટને રી-ટ્વીટ કર્યું હતું. તેમને લખ્યું હતું કે હવે એક વાત "કન્ફર્મ" છે...! જ્યાં કઠપૂતળી મુખ્યમંત્રી અને 9 નપાસ ગૃહમંત્રી હોય ત્યાં પેપર ફૂટે એમાં નવાઈ શેની..!!. બીજા એક ટ્વીટર અનંત નો મરજીવો નામના યુઝરે ટ્વીટ કર્યું હતું કે હવે એક વાત "કન્ફર્મ" છે...! અદાણી પોર્ટ મુન્દ્રા થી પકડાયેલ ડ્રગ્સ ની તપાસ ની કોઈ વાત નહિ કરે...!!!

ટ્વીટર વોર વચ્ચે લોકોએ કાઢી ભડાસ
ટ્વીટર વોર વચ્ચે લોકોએ કાઢી ભડાસ

આ પણ વાંચો Prime Minister Narendra Pathaan: PM મોદીએ સંસદમાં 'પઠાણ'ના કર્યા વખાણ, શાહરૂખના ચાહકોમાં ખુશીની લહેર

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોનો રોષ: આ દરમિયાન જે યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓનો રોષ ટ્વીટર પર જોવા મળ્યો હતો. વારંવાર પેપર લીકનો ભોગ બનનાર યુવાને રાજ્યના ગૃહ પ્રધાનની યોગ્યતાને લઈને પણ સવાલો ઉભા કર્યા હતા. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું કે હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 9 પાસ ભણો તો પણ.. માત્ર ગૃહમંત્રી બની શકો, કોન્સ્ટેબલ નહીં...!!! બીજાએ લખ્યું હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છોકરાને 10મું પાસ છોકરો જ્ઞાન આપે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.