ETV Bharat / state

Hanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન - CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પૂજા

અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલ કેમ્પના હનુમાન મંદિર દ્વારા 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના પગલે 5 એપ્રિલના રોજ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પના હનુમાનથી નીકળીને વાસણા જશે અને ત્યારબાદ સાંજે નીજ મંદિર પરત પહોંચશે.

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પૂજા
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પૂજા
author img

By

Published : Apr 4, 2023, 5:45 PM IST

Updated : Apr 4, 2023, 8:25 PM IST

હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

અમદાવાદ: 6 એપ્રિલના રોજ અમદાવાદમાં પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતી નિમિત્તે કેમ્પના હનુમાન મંદિર દ્વારા 5 એપ્રિલના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ શોભાયાત્રા અંદાજિત 24 km જેટલી લાંબી હશે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

25થી વધુ ટ્રકો જોડાશે: હનુમાનજી ની આ શોભાયાત્રામાં 25 જેટલી ટ્રકો જોડાશે જેમાં અમુક ટ્રકોમાં ટેલબો પણ તૈયાર કરવામાં આવ્યા હશે. જે રસ્તા ઉપર થી આ શોભાયાત્રા નીકળશે તે રસ્તા ઉપર દર્શનાર્થીઓ માટે પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક બાઈક અને ખારો પણ આ શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રા કેમ્પના હનુમાનથી નીકળી વાસણા અને વાસણાથી નીકળી પરત કેમ્પના હનુમાન પહોંચે તે રૂટ 24 કિમી જેટલો હશે.

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન: આવતીકાલે સવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે સવારે મંદિરમાં પૂજા કરવામાં આવશે.ત્યાર બાદ હનુમાનજીના રથના કેસરી ધજા બતાવીને પ્રસ્થાન કરવામાં આવશે.જેમાં કેમ્પના હનુમાન મંદિર ભવ્ય શોભાયાત્રા દ્વારા વાસણા તેમના પિતાની મજૂરી લેવા આવશે.અને વાસણમાં બપોર 1 કલાકે મોટો ભંડારો પણ રાખવામાં આવ્યો છે.જેમાં પણ અંદાજીત 1000 હજારથી વધુ આ ભંડારમાં ભાગ લેશે.અને પિતાની મજૂરી મેળવ્યા બાદ સાંજે મંદિરે પરત ફરશે.

હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

આ પણ વાંચો: MAHAVIR JAYANTI 2023 : વર્ધમાન મહાવીરના જન્મ અને જીવન સાથે જોડાયેલી રસપ્રદ અને મહત્વપૂર્ણ વાતો

24 કિમીની શોભાયાત્રા: સવારે 8 વાગે મંદિરેથી નીકળી શાહીબાગ, સુભાષબ્રિજ, ગાંધી આશ્રમ,વાડજ, ઉસ્માનપુરા,ઇન્કમટેક્ષ, વલ્લભ સદન, વી.એસ.હોસ્પિટલ, પાલડી, ભઠ્ઠા થી તેમના પિતા વાયુદેવજીના મંદિર પહોંચશે.જ્યા પિતાની મજૂરી લીધા બાદ અંજલી ચાર રસ્તા,ધરણીધર, નહેરુનગર, સહજાનંદ કોલેજ ,વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા ,વાડજ થઈને રાત્રે નિજ મંદિર પરત ફરશે.

આ પણ વાંચો: Bal Bharat: જોવાનું ભૂલશો નહીં, ETV નેટવર્કની બાલ ભારત ચેનલ પાસે 12 પ્રાદેશિક ભાષાઓમાં જોવાનો વિકલ્પ

જન્મોઉત્સવની ઉજવણી: પવનપુત્ર હનુમાનના જન્મોત્સવ ઉજવાશે જેમાં એક મોટા થાળમાં બુંદીના મોટો લાડુમા આખા બ્રહ્માંડ રચના કરી ભગવાનને અર્પણ કરવામાં આવશે.અને સવારે 11 વાગે મારુતિ યજ્ઞ શરૂ કરવામાં આવશે.મંદિર દ્વારા પણ બપોર એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે 7 વાગે મહાઆરતી પણ કરવામાં આવશે.

Last Updated : Apr 4, 2023, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.