અમદાવાદઃ લોકડાઉન અને તેના પછી કોરોનાના લીધે કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી થયાના અહેવાલોના પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને તેણે યાત્રાધામ બોર્ડને આદેશ આપ્યો હતો કે તે આગામી બે દિવસમાં આ અંગેની વિગતો મંગાવે અને તેના માટે દરેક જિલ્લા કલેક્ટરોને જરૂરી આદેશ આપે. સરકારની સક્રિયતાના પગલે સત્રાધામ બોર્ડ હરકતમાં આવ્યું હતું. તેણે કર્મકાંડી બ્રાહ્મણોને સહાય આપવાની દિશામાં પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે.
સરકારે પણ આ પગલે જરૂરી દિશાનિર્દેશો આપ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશનું બંધારણ સર્વધર્મ સમભાવમાં માને છે. તમામ ધર્મોને સમાન અધિકારઅને સન્માન પ્રાપ્ત થયા છે. તેમણે ઉમેર્યુ હતું કે સરકાર તે પણ જુએ કે કોરોનાના રોગચાળા દરમિયાન અન્ય ધર્મો મુસ્લિમ મસ્જિદો દરગાહો, ખ્રિસ્તી, શીખ અને પારસી ધર્મના ધાર્મિક સ્થાનો પણ બંધ રહ્યા છે. તેથી કર્મકાંડી બ્રાહ્મણોની સાથે પૂજારીઓ સહિત મૌલવીઓ, દરગાહ શરીફના ખાદીમો, પાદરીઓ અને અન્ય તમામ ધાર્મિક ગુરુઓની પણ જિલ્લા કલેક્ટર પાસેથી વિગતો મંગાવી તેઓને આર્થિક પેકેજમાં સમાવવામાં આવે.
21 સપ્ટેમ્બરથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેના પર ચર્ચા વિચારણા કરી રિક્ષાચાલકો, લારી-પાથરણવાળા, છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવનારાઓને પણ સરકારે આર્થિક પેકેજ આપવુ જોઈએ તેવી વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના કરતાં વધારે વિપરીત અસર કોરોનાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા લોકડાઉનના કારણે થઈ હતી.
બે મહિના સુધી ચાલેલા લોકડાઉને દૈનિક ધોરણે કમાનારા લોકોની કમર તોડી નાખી હતી. તેઓને આર્થિક સહાયની વિશેષ જરૂર છે. તેથી લોકડાઉન દરમિયાન પ્રથમ વખત મળનારી વિધાનસભામાં તેમના અંગે પણ યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે. જો કે સર્વધર્મ સંભાવને લઈ મૌલિઓને પણ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી હતી.