ETV Bharat / state

ગુજરાતની સૌપ્રથમ બાયોપિક ફિલ્મ 'દિયા - ધ વંડર ગર્લ'નું ટ્રેલર અને મ્યુઝિક થયું લોન્ચ - અમદાવાદ ન્યૂઝ

અમદવાદઃ હાલ, ગુજરાતી ફિલ્મોના રજૂઆતથી લઈને કૉન્સેપ્ટમાં પણ બદલાવ જોવા મળે છે. ફિલ્મ 'છેલ્લો દિવસ'થી લઈને 'હેલ્લારો' સુધીની સફરમાં આ વાત પૂરવાર થાય છે. હવે ઢોલીવુડ પણ બાયોપિક તરફ પણ આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ 'દિયા-ધ વન્ડર ગર્લ' નામની ફિલ્મ રૂપેરી પડદે આવવાની છે. જેમાં દિયા નામની છોકરીની સંઘર્ષ અને સફળ ગાથા દર્શાવવામાં આવી છે.

ગુજરાતની સૌપ્રથમ બાયોપિક 'દિયા - ધ વંડર ગર્લ'નું ટ્રેલર અને મ્યુજિક લોન્ચ થયું
author img

By

Published : Nov 12, 2019, 11:46 PM IST

'દિયા ધ વન્ડર ગર્લ' ફિલ્મ ટૂંક સમયમાં ગુજરાતી પડદે જોવા મળશે. આ ગુજરાતી ફિલ્મ છે જે બાયોપિક પર આધારિત છે. જેમાં દિયા નામની છોકરીના જીવનની નિષ્ફળતા, સંઘર્ષ અને સફળતાની કહાણી દર્શાવવામાં આવી છે.

ગુજરાતની સૌપ્રથમ બાયોપિક ફિલ્મ 'દિયા - ધ વંડર ગર્લ'નું ટ્રેલર અને મ્યુઝિક થયું લોન્ચ

આ કહાણી અમદાવાદમાં રહેતી 9 વર્ષીય દિયાની છે. જે માતાની પ્રેરણાથી એક વર્ષના ટૂંકાગાળામાં સખત મહેનત કરી ટેકવોન્ડોમાં સબ જુનિયર માર્શલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બને છે.

આ ફિલ્મ છોકરીઓને પથરો માની, તેને ધૂધકારનાર સમાજની વિચારસરણીને પડકારે છે. દિયાની માતા તેને પોતાની લડત જાતે લડવા અને દરેક પરિસ્થિતીમાં સામે અડીખમ ઉભી રહેવા માટે તૈયાર કરે છે. દિયાને માર્શલ આર્ટ્સ શીખવા પ્રેરે છે. પરંતુ, સબ જુનિયર ડિસ્ટ્રિક્ટ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી વખતે દિયા તેના વિરોધી દ્વારા ખરાબ રીતે ઘાયલ થાય છે, ત્યારબાદ તેને પોતાની તાલીમ છોડવી પડી છે. પરંતુ, તે હાર નથી માનતી અને પ્રેક્ટીસ ચાલું રાખે છે.

કહેવાય છે ને કે, સતત પ્રયાસ સફળતાની નિશાની છે. બસ, આ જ વાત દિયાની કાહણીમાં જોવા મળે છે. અડગ નિશ્ચય, આત્મવિશ્વાસની અને સખત મહેનત પરિણામે દિયા રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતે છે. જે પોતાની ખામી સાથે તે સમાજની વિચારસરણીને પણ હરાવે છે. આમ, દિયા પરિવારના સભ્યો અને સમગ્ર ગુજરાતી સમુદાયને ગૌરવ અપાવે છે.

આ ફિલ્મનું બ્રેડી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. પવન જી. મોરારકા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. જેના દિનેશ જે. સિંઘાલ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર છે. આ ફિલ્મની પટકથા સુરેશ બિશ્નોઇએ લખી છે અને દિગ્દર્શન પણ કર્યુ છે. જતીન અને પ્રતિક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની મુખ્ય અભિનેત્રી દિયા પટેલ કેમેરાનો સામનો કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ નથી. તે ગુજરાતમાં બેટી બચાવો અભિયાનની પોસ્ટર ગર્લ રહી ચૂકી છે. તેમજ ત્રિપલ તલાક અંગેની ફિલ્મ 'ફિર ઉસી મોડ પર' એક દીકરીની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં દિયાના કોચની ભૂમિકા ભજવનારા સૂરજ વાધવા રીઅલ લાઇફમાં ટેકવોન્ડો ટ્રેનર છે.

આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં દિયા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. દીવેયા દ્વિવેદી માતા કિંજલ પટેલની ભૂમિકામાં છે. જયારે ચંન્દ્રેશ કંસારા પિતા જીગ્નેશ પટેલની ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સુરજ વાઢવા કોચ, ભાવિની જાની, હરીશ ડાગીયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ, વીકી શાહ અને કૃપા પંડ્યા અન્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

Intro:વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે

બાઈટ:
દિયા પટેલ (એક્ટર)
દીવેયા દ્વિવેદી (એક્ટર)
ચન્દ્રેશ કંસારા(એક્ટર)
ડિરેક્ટર

દિયા - ધ વન્ડર ગર્લ ફિલ્મ અમદાવાદની 9 વર્ષ ની છોકરી ની બાયોપિક છે જેણે તેની માતાની પ્રેરણા દ્વારા, એક વર્ષના ટૂંકા ગાળામાં પોતાની નિશ્ચય અને સખત મહેનત થકી ટેકવોન્ડો માં સબ જુનિયર માર્શલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. બ્રેડી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ફિલ્મ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેને પવન જી મોરારકા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને દિનેશ જે સિંઘાલ ફિલ્મ ના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

Body:માર્શલ આર્ટ્સ શીખવા અને પ્રેક્ટિસથી લઈને વિજેતા ગોલ્ડ મેડલ સુધીની તેની યાત્રા સરળ નહોતી. સબ જુનિયર ડિસ્ટ્રિક્ટ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી વખતે, તે તેના વિરોધી દ્વારા ખરાબ રીતે ઘાયલ થઇ હતી.અને તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યું હતું અને આ ઘટના ને કારણે દિયા ને પોતાની તાલીમ છોડ઼વી પડી હતી.

તેણીની કેટેગરીમાં રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવાની તેની યાત્રા પણ વિવાદથી ભરેલી છે, પરંતુ ફાઇનલમાં તે કટોકટીને પહોંચી વળીને પોતાને આગળ ધપાવવાની પ્રક્રિયા ખુબજ સરસ હતી. છેવટે રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો અને તેના માતાપિતા, પરિવારના સભ્યો અને સમગ્ર ગુજરાતી સમુદાયને તેના માટે ગૌરવ અપાવ્યો. સુરેશ બિશ્નોઇએ આ ફિલ્મની વાર્તા, પટકથા લખી છે અને દિગ્દર્શન પણ કર્યું છે. જતીન અને પ્રતિક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

દિયા પટેલ કેમેરાનો સામનો કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ નથી, તે ગુજરાતમાં બેટી બચાવો અભિયાનની પોસ્ટર ગર્લ રહી છે અને ત્રિપલ તલાક અંગેની ફિલ્મ ફિર ઉસી મોડ પર એક દીકરીની ભૂમિકા પણ નિભાવી છે. મૂવીમાં દીયાના કોચની ભૂમિકા ભજવનારા સૂરજ વાધવા રીઅલ લાઇફમાં ટેકવોન્ડો ટ્રેનર છે. રસપ્રદ વાત એ છે કે પટેલે કહ્યું હતું કે તેની પાસે અભિનયની કોઈ તાલીમ નથી પરંતુ તે માને છે કે સહજ રીતે બધા બાળકોમાં એક્ટર હોય છે.

આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ માં દિયા જે પટેલ મુખ્ય ભૂમિકા માં છે. દીવેયા દ્વિવેદી માતા કિંજલ પટેલ ની ભૂમિકા માં છે જયારે ચન્દ્રેશ કંસારા એ પિતા જીગ્નેશ પટેલ ની ભૂમિકા માં અને સુરજ વાઢવા એ કોચ, ભાવિની જાની, હરીશ ડાગીયા,પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ, વીકી શાહ અને કૃપા પંડ્યા અન્ય ભૂમિકાઓ માં જોવા મળશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.