અમદાવાદ: આપણા બંધારણમાં હવે લેસ્બિયન કપલને કાયદેસર માનવામાં આવે છે. પરંતુ, તો પણ આપણો સમાજ લેસ્બિયન કપલનો સ્વીકાર કરતો નથી. ત્યારે હાઈકોર્ટે આ મુદ્દે મહીસાગર પોલીસને આ મામલાને ધ્યાનમાં લેવાની ટકોર કરી હતી. મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી લીવ ઇન રિલેશનશિપમાં રહેતા લેસ્બિયન કપલે મહીસાગર અને ભાવનગર પોલીસને પ્રોટેકશન માટે લેખિત અરજી કરી હતી. કપલે જણાવ્યું કે, સમાજ આ પ્રકારના સબંધોનો સ્વીકાર કરતો નથી અને તેમના પરિવારજનો પણ આવું જ માને છે.
હાઈકોર્ટે મહીસાગરના પોલીસવડાને આ મુદામાં યોગ્ય પગલાં લેવાનો આદેશ કર્યો હતો, અને જો જરૂર પડે તો પોલીસ પ્રોટેક્શન આપવાની પણ ભલામણ કરી હતી.