ETV Bharat / state

Gujarati Language: અંગ્રેજી ભાષાનો ક્રેઝ હવે સરકાર ઉતારશે, શિક્ષણવિદે પાયાના નિર્ણયને પોંખ્યો - important decisions Gujarat Assembly

ગુજરાત વિધાનસભામાં ધોરણ 1 થી 8 સુધી ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લીધે આગામી સમયમાં ગુજરાતી વિષય સાથે M.A,B.ED કરેલા વિદ્યાર્થીઓને પણ નોકરીની તકો ઊભી થશે. આ સાથે જ શિક્ષણવિદનું માનવું છે કે, ગુજરાતી ભાષા ગુજરાતમાં જ લુપ્ત ન થાય તે માટે લઈને સરકારનો આ ખૂબ જ મહત્વનો નિર્ણય કહી શકાય છે.

Gujarati Language:  સરકારની માતૃભાષા પર મમતા, અંગ્રેજી ભાષાનો ક્રેઝ હવે સરકાર ઉતારશે

author img

By

Published : Mar 2, 2023, 9:30 AM IST

સરકારની માતૃભાષા પર મમતા, અંગ્રેજી ભાષાનો ક્રેઝ હવે સરકાર ઉતારશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ખૂબ જ મહત્વના નિર્ણયો ગુજરાતી ભાષાને લઈ લેવામાં આવી રહ્યો છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડીંડોર દ્વારા પણ એક ગુજરાતી ભાષા વિષય ફરજિયાત આ મુદ્દાને લઈને મહત્વનું બિલ પાસ કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં ગુજરાતી ભાષાનું મહત્વ ખૂબ જ વધી જશે. ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જ ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહ્યી છે. પરંતુ સરકારના આ નિર્ણયથી ગુજરાતી ભાષાનું મહત્વ વધી જશે.

સરકારનો આ નિર્ણય ઉત્તમ: સરકારે જે બિલ પાસ કર્યું છે. જેમાં ગુજરાતી ભાષાનો વિષય લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. તે ખૂબ જ સુંદર છે. જેમાં ખાસ કરીને ગુજરાતી વિષય સાથે M. A.,B.ED કરેલા વિદ્યાર્થીઓને પણ નોકરી પ્રાપ્ત થશે.આ ઉપરાંત ગુજરાતી ભાષા ગુજરાતમાંથી જ લુપ્ત ન થઈ જાય તેના માટે ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય. કારણ કે આજના સમયમાં જે બાળકો શાળામાં ભણે છે. તે મોટાભાગે હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ જ્ઞાન ધરાવતા હોય છે. જેના કારણે તે બાળકો ગુજરાતી ભાષા વાંચી કે લખી શકતા નથી--કિંજલ દેસાઈ(શિક્ષણવિદ)

આ પણ વાંચો Asiatic Lion: વનરાજ પણ વૃદ્ધ થાય, અમદાવાદમાં એશિયાટિક લાયન અનંતની વાટે

ખૂબ જ ઉપયોગી થશે: આજના સમયમાં અંગ્રેજી ભાષાનો ક્રેઝ વધારે હોવાથી એને બાળકો બોલી શકે છે, સમજી શકે છે. પરંતુ માતૃભાષા જ આજના બાળકનોને આવડતી નથી.જેથી ગુજરાતી ભાષાને ગુજરાતમાં જીવંત રાખવા માટેનો આ ઉત્તમ નિર્ણય કહી શકાય છે. આનું મહત્વ આવનારા સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણા વડીલો દાદા-દાદી પણ ગુજરાતી સારી રીતે સમજી શકે છે. પરંતુ આજના સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્વ વધારે હોવાથી બાળકો ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા લખી-વાંચી શકતા નથી. પરંતુ હવે બાળકો પણ સારી રીતે ગુજરાતી ભાષા સમજી લખીને વાંચી પણ શકશે.

આ પણ વાંચો Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે

મેડિકલ હવે ગુજરાતી ભાષામાં: અંગ્રેજી ભાષા શીખવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષાનું જ્ઞાન ખૂબ ખૂબ જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ ભાષાની સીમા હોતી નથી. દરેક ભાષામાંથી જ્ઞાન પ્રાપ્ત થતું જ હોય છે. પરંતુ, આપણે એક ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.હવે આવનારા સમયમાં પણ મેડિકલનો અભ્યાસ પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઈ રહ્યો છે. જેથી હવે મેડિકલ જ્ઞાન પણ ગુજરાતી ભાષામાં મળી રહેશે. એક ભાષાનો ફાયદો શિક્ષણથી લઈને સાહિત્ય સુધી મળી રહેશે. જેમાં જુદી જુદી દિશાઓ ખુલવાના એંધાણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.