અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતમાં અલગ અલગ અને અવનવીઓ ફિલ્મ આવી રહી છે. જેમાં ખાસ કરીને છેલ્લા દસકામાં અર્બન ફિલ્મનો ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં વેબસિરીઝો પણ જોવા મળી હતી. ગુજરાતી ફિલ્મ જગતની અંદર વધુ એક કર્મ ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જે એક મહિલા ઉપર અને સસ્પેન્સ આધારિત ફિલ્મ છે.
ગુજરાતી ફિલ્મ કર્મા ક્યારે થશે રીલિઝ : નવા વર્ષની શરૂઆત સાથે ફરી એકવાર પારિવારિક ગુજરાતી ફિલ્મ પડદા પર આવી રહી છે. ઢોલિવૂડના પ્રેક્ષકો માટે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વધુ એક ગુજરાતી ફિલ્મ ‘કર્મ’ રિલીઝ થવા જઈ રહી છે. ચેતન ધનાણી, બ્રિન્દા ત્રિવેદી અને અંશુલ ત્રિવેદી દ્વારા ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ લૉન્ચ થયું છે. ફિલ્મ ‘કર્મ’ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ ગુજરાત, મુંબઈ અને દેશના ઘણા શહેરોના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.
કર્મ ફિલ્મ વિશે વાત : કર્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. જેમાં પતિ પત્નીના સંબંધો, બાપ દીકરીના સંબંધો, મા દીકરાનો સંબંધો, બે મિત્રો વચ્ચેની મિત્રતાની વાત આ ફિલ્મમાં ખૂબ જ ઝડપથી દર્શાવી છે. શરૂઆતથી અંત સુધી જકડીને રાખતી આ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં પ્રેમ, લાગણી અને ભરોસાથી બનાવેલું ઘર બનાવવામાં આવ્યું છે. અચાનક તોફાન આવે અને પત્તાનો મહેલ જેમ વિખેરાઇ જાય તો..? માવજતથી સજાવેલા પરિવારની શું દશા થાય તેની વાત આ ફિલ્મ કરવામાં આવી છે.
કર્મ ફિલ્મના મુખ્ય કલાકારો : ફિલ્મમાં બ્રિંદા ત્રિવેદી, ચેતન ધનાણી, અનસુલ ત્રિવેદી, અનુષ્કા પંડ્યા, પરેશ ભટ્ટ, પ્રશાંત બારોટ, હર્ષા ભાવસાર આ ખુબ જ જાણીતા કલાકરો ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મના ડાયરેક્ટર સુબ્બુ ઐયર છે. આ ગુજરાતી ફિલ્મ ટુંક સમયમાં તારીખ 10 ફેબ્રુઆરી 2023 રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સ્ટોરી એક સ્ત્રીના આસપાસની પરીસ્થિતી વિશે જોવા મળશે. જેમાંથી ઘણા છુપાયેલા સત્ય બહાર આવશે.
ફિલ્મ સસ્પેન્સ અને થ્રિલર આધારિત હંશે : હવે હિન્દી સિનેમા જગત સાથે હવે ગુજરાતી ઢોલિવૂડ ફિલ્મ પણ સતત નવા શિખરો પર જઈ રહી છે. ગુજરાતી ફિલ્મ કોમેડી સસ્પેન્ડ પારિવારિક જેવી અનેક ફિલ્મોમાં બની છે. ત્યારે વધુ એક પારિવારિક ગુજરાતી ફિલ્મ 'કર્મ' પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.