અત્યારે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં પહેલા પણ કલાકારોથી લઈને ડૉક્ટરો પણ ભાજપમાં સદસ્ય બની રહ્યા છે. આજ સોમવારના રોજ કમલમ ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો ભાજપમાં જોડાયા હતા. આ સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે હેમંત ચૌહાણ ,સંગીતા લાબડીયા ,બંકિમ પાઠક ,ગોપાલદાન બારોટ, કીર્તીદાન ગઢવી, સૌમિલ ગાયક, રાજેશ ઠક્કર, આરીફ મીર જેવા કલાકારો જીતુ વાઘાણીની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા.
કલાકરોએ ભાજપમાં જોડાયા બાદ ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને ભાજપ સરકારમાં જ સાહિત્યકારોને માનસન્માન મળ્યું છે તેવું જણાવ્યું હતું. સાથે જ કાશ્મીરમાં 370ની કલમ હટાવવામાં આવી તેને પણ બિરદાવી હતી.
આ પ્રસંગે મીડિયાને સંબોધન કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાય રહ્યો છે. દેશની સમૃદ્ધિ આપણે સૌ જોઇ રહ્યા છીએ અને અનુભવ કરી રહ્યા છે. ભાજપ સર્વજન સુખાય સર્વજન હિતાયના સુત્ર સાથે કામ કરી રહી છે. ભાજપ વિચારમાંથી ઉભી થયેલી પાર્ટી છે.
જેમાં આપણી સંસ્કૃતિ ધરોહરને આગળ વધારવા માટે તેમની શક્તિને સમાજના જીવનમાં મોટો ભાગ ભજવે છે. તેમના સંગીત સહિત મહત્વનો ભાગ ભજવે છે. પ્રમુખ તરીકે આ ધરોહરને આગળ વધારવા માટે આનંદની લાગણી અનુભવું છું. વધુમાં વાત કરીએ તો સદસ્યતા અભિયાન અંતર્ગત આનંદ ખખર કે જેઓ ભારત ઉપરાંત વિશ્વના દેશોમાં સેવા આપે છે. ગુજરાત સેલબી હોસ્પિટલમાં પણ સેવા આપે છે અને ગુજરાતમાં 35 થી વધારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે. ભારતના ત્રીજા નંબરના મોટા ડૉક્ટર છે. ભાજપમાં જોડાવાથી લોકોને વધુ સેવા આપી શકશે.