ETV Bharat / state

ગુજરાત યુથ કૉંગ્રેસ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરશે, જાણો આ છે કારણ

author img

By

Published : May 16, 2022, 5:27 PM IST

ગુજરાત યુથ કોંગ્રેસ(Gujarat Youth Congress) દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાનનું વિમોચન(launch an employment campaign) કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્નો લઈને અલગ અલગ શહેરમાં કાર્યક્રમો કરવામાં આવશે.

ગુજરાત યુથ કૉંગ્રેસ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરશે, જાણો આ છે કારણ
ગુજરાત યુથ કૉંગ્રેસ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરશે, જાણો આ છે કારણ

અમદાવાદ: યુથ કૉંગ્રેસ(Gujarat Youth Congress)દ્વારા "ગુજરાત માંગે રોજગાર" (Gujarat mange Rojgar)અભિયાનની શરૂઆત આવતીકાલથી પ્રથમ ચરણની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવશે. રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. તેમજ રાજ્યમાં સરકારી આંકડા મુજબ 3,64,252 બેરોજગારો નોંધાયા છે. જેમાંથી 3,46,436 શિક્ષિત અને 17,816 અર્ધ શિક્ષિત બેરોજગારીના આંકડા નોંધાયા છે.

યુથ કોંગ્રેસ

પ્રથમ ચરણની શરૂઆત ગાંધીનગરથી - યુથ કૉંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા જણાવ્યું હતું કે આવતી કાલથી યુથ કૉંગ્રેસ ગાંધીનગરથી "ગુજરાત માંગે રોજગાર" અભિયાનના(launch an employment campaign) પ્રથમ ચરણની શરૂઆત કરવામાં આવશે જેમાં રોજગાર ક્યાં છે. તે પ્રશ્નને અંતર્ગત શ્રમ રોજગાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Unemployed Youth Demand Death : કોણે માગી લીધી ઇચ્છા મૃત્યુની પરવાનગી?

બેરોજગાર સભા અને રોજગારી માંગ પત્ર - યુથ કૉંગ્રેસનું દ્વિતીય ચરણની શરૂઆત 10 જુલાઈના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બેરોજગાર યુવાનો પ્રશ્ન સાંભળવામાં આવશે. રાજ્યની 182 વિધાનસભામાં બેરોજગાર યુવાનોના "રોજગાર માંગ પત્ર" ભરવામાં આવશે. રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં અને ઝોનવાઇઝ યુવાનોને રોજગારી આપવા માટે વિશાળ બાઇક રેલી દ્વારા યુવાનોને રોજગાર આપો જેવા સૂત્રોચ્ચાર કરીને રાજ્યના દરેક જિલ્લાના કલેકટરને રોજગાર અંગે આવેદન આપવામાં આવશે.

17 સપ્ટેમ્બર વડાપ્રધાનને 1 લાખ કાર્ડ લખવામાં આવશે - 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેજ દિવસે જ રાજ્યના બેરોજગાર યુવાનો રોજગારી આપવા માટે 1 લાખથી વધુ કાર્ડ લખીને રોજગારી આપવા અને રાજ્યભરમાં ચાલી રહેલી ગતિવિધિથી અવગત કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ આ લોકો તમારા બાળકોને રોજગાર નહીં આપે, તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ: અરવિંદ કેજરીવાલ

યુથ કૉંગ્રેસ સમૃદ્ધિ કાર્ડ લોન્ચ કરશે - ગુજરાતમાં યુથ કૉંગ્રેસ દ્વારા સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરવામાં આવશે જેમાં મુખ્ય 3 લાભ આપવામાં આવશે. જેમાં દરેક નોકરી અને ધંધા રોકાણ અને લાભની બાંયધરી અને જ્યાં સુધી લાભ ન મળે ત્યાં 4 હજાર રૂપિયાની દર મહિને સહાય આપવામાં આવશે. ખાનગી શાળા અને કોલેજમાં સબસીડી દ્વારા સારું શિક્ષણ અને દરેક કુટુંબ દીઠ 1 કરોડનો શારીરિક વીમો આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.