ETV Bharat / state

Gujarat Weather: કમોસમી વરસાદનું કારણ મળ્યું, 45 દિવસના માવઠાએ મૌસમની સાયકલ ખોરવી

ગુજરાત રાજ્યમાં સતત અને સખત રીતે બદલી રહેલા હવામાનને કારણે લોકોના આરોગ્યને તથા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેતરમાં રહેલો ઊભો પાક નિષ્ફળ થઈ જતા આર્થિક રીતે ખોટ ખાવાનો વારો આવે છે. રાજ્યમાં કુલ 45 દિવસો એવા રહ્યા છે જેમાં આખો દિવસ વરસાદી માહોલ રહ્યો અને કમોસમી વરસાદે મૌસમની આખી સાયકલ ખોરવી નાંખી. પણ હવે આ કમોસમી વરસાદ થવા પાછળનું કારણ મળી આવ્યું છે.

Etv BhaGujarat Weather: કમોસમી વરસાદનું કારણ મળ્યું, 45 દિવસના માવઠાએ મૌસમની સાયકલ ખોરવીrat
Gujarat Weather: કમોસમી વરસાદનું કારણ મળ્યું, 45 દિવસના માવઠાએ મૌસમની સાયકલ ખોરવી
author img

By

Published : Jun 5, 2023, 8:36 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી મેં મહિના સુધીમાં કુલ 45 દિવસ એવા રહ્યા છે. જ્યારે માવઠું પડ્યું હતું. જૂન મહિનામાં સામાન્ય રીતે પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થાય છે. જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ચોમાસું ધીમે ધીમે સક્રિય થાય છે. જાન્યુઆરી મહિનાથી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. જ્યારે છેલ્લા બે અઠવાડિયાથી સપ્તાહના અંતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. મનોરમા મોહંતી સમગ્ર સિસ્ટમની જાણકારી આપતા કહ્યું હતું કે, આ વખતે છૂટાછવાયા વરસાદને એકઠો કરીએ તો 15 વર્ષમાં આ વર્ષે સૌથી વધારે વરસાદ થયો છે. પણ સમયગાળો અલગ અલગ રહ્યો છે.

"રાજ્યમાં લાંબા સમય સુધી વરસાદી દિવસો યથાવત રહ્યા છે. આ પાછળના અનેક કારણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તથા વાતાવરણમાં ઉપલા સ્તરે પરિસ્થિતિ બદલતા આવો વરસાદ જોવા મળે છે. પૂર્વ દિશામાંથી ભેજનું પ્રમાણ વધ્યું અને પશ્ચિમમાંથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવને વરસાદી માહોલ ઊભો કરવાનું કામ કર્યું. ભેજને કારણે ઠંડક તો પ્રસરી પણ એકાએક ફરી તાપમાન પણ ઊંચું આવ્યું. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ મર્જ થઈ ગઈ. જેના કારણે આટલો બધો વરસાદ પડ્યો"---મનોરમા મોહંતી

અસામાન્ય ઘટનાઃ સમગ્ર સિસ્ટમ અંગે વાત કરતા મનોરમા મોહંતીએ ઉમેર્યું હતું કે, આ અસામાન્ય કહી શકાય એવી સિસ્ટમ છે. ઘટના છે. પશ્ચિમ બંગાશ અને ઓડિશા જેવા રાજ્યોમાંથી, પૂર્વી રાજ્યના કિનારે આ પ્રકારની પ્રિ મોન્સુન એક્ટિવિટી થાય છે. અરબી સમુદ્ર પરનો જે ટ્રફ છે એ આ વખતે અલગ છે. જે પૂર્વી પ્રદેશથી એના સામાન્ય પ્રદેશ કરતા વધારે વિસ્તર્યો છે. અરબી સમુદ્રમાંથી એને ભેજ મળ્યો. જેના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદ થયો હતો.

વરસાદ થવાની સંભાવના: જોકે, સોમવારે પણ સાબરકાંઠા અને બનાસકાંઠાના પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને વહેલી સવારે આ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધશે. દિવસ દરમિયાન ચોમાસું માહોલ જોવા મળશે. જેની સીધી અસર તાપમાન પર પડશે. જોકે, આ વખતે ચોમાસું વહેલું ખતમ થઈ જાય એવી પણ સંભાવનાઓ રહેલી છે. ખાનગી વેધર સિસ્ટમના એક રીપોર્ટ અનુસાર આવનારા દિવસોમાં હવામાન સામાન્ય રહી શકે છે. જયારે જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ચોમાસું માહોલ બંધાઈ શકે છે.

  1. Gujarat Weather Updates:અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વરસાદ શરૂ
  2. Unseasonal Rain : કમોસમી વરસાદની સહાય માટે ઓફલાઇન અરજી, કેટલા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.