ETV Bharat / state

Gujarat Weather Update : આ બે દિવસ ગરમીનો પારો જશે ઊંચો, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર - હવામાન અપડેટ ગુજરાત

હવામાન વિભાગની આગાહી છે કે આગારી 15 અને 16 તારીખે ગરમીનો પારો ઊંચો જશે. ત્યારે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે. જે મુજન કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પણ પડી શકે છે.

Gujarat Weather Update : આ બે દિવસ ગરમીનો પારો જશે ઊંચો, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર

author img

By

Published : Apr 12, 2023, 6:57 PM IST

15 અને 16 તારીખે ગરમીનો પારો ઊંચો

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી રવિવાર સુધી રાજ્યમાં અલગ અલગ સ્થળે અલગ અલગ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહી આપવામાં આવી છે કે આવતીકાલે ગુરુવારે અને શુક્રવારે યલો એલર્ટ નહીં રહે. ગુજરાતમાં 15 અને 16 તારીખે ગરમીનો પારો ઊંચકવાનો છે ત્યારે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી સમયમાં અમદાવાદ અને ગુજરાતમાં તાપમાન અંગે ચિંતાજનક વિગતો સામે આવી છે.

અમુક વિસ્તારમાં વરસાદ હવામાન અધિકારીના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની સાથે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. આઉપરાંત અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો gujarat weather: વધુ એક માવઠાની કરો તૈયારી, આગામી અઠવાડિયામાં પડી શકે છે વરસાદ

પાંચ દિવસ માટે આગાહી જ્યારે આજે અમદાવાદ, સુરેન્દ્ર નગર અને રાજકોટમાં 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે વધુ એક આગાહી કરવામાં આવી છે. ડો. મનોરમા મોહંતી દ્વારા આગામી સમયમાં ગુજરાત અને અમદાવાદમાં તાપમાન અંગેની માહિતી આપવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે. સમગ્ર પ્રદેશમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની હાલ કોઈ સંભાવના નથી.

હવામાન પૂર્વાનુમાન આગામી પાાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા હવામાન પૂર્વાનુમાન અંગે પ્રથમ દિવસની વાત કરવામાં આવે તો પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેવા કે સૌરાષ્ટ્ર, કચ્છ,દીવ,દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. જ્યારે આગાહીના બીજા દિવસે ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત,દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના બાકીના અન્ય જિલ્લાઓ અને કચ્છ, દીવમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો Heat Illness :કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા આટલું જરુર કરો

હળવા વરસાદની સંભાવના પૂર્વાનુમાન ત્રીજા દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ,દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. જ્યારે આગાહીના ચોથા અને પાંચમા દિવસે અગાઉના દિવસની જેમ દર્શાવેલા જિલ્લાઓમાં એકંદરે વાતાવરણ શુષ્ક રહેશે.જોકે આ પાંચ દિવસ દરમ્યાન આગાહીના બીજા દિવસે ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દમણ, દીવ અને દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે વીજળી અને પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ પાંચય દિવસ દરમ્યાન ગરમીનો પારો ઊંચકાયેલો જોવા મળશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને બેવડી ઋતુનો એહસાસ થવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.