અમદાવાદ: હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આવનારા બે દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના દક્ષિણ વિસ્તારના વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી: હવામાન વિભાગની આગાહી અનુસાર 13મી તારીખે ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે. જોકે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
વેધર મેપનું અનુમાન: હવામાન વિભાગના વેધર મેપ અનુસાર 16મી તારીખે ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ સાથે અહીં સામાન્ય ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યાતાઓ છે. 15મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
બંગાળની ખાડીમાં અસ્થિરતા: 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક અસ્થિરતા સર્જાવાનું શરૂ થઈ ગઇ છે અને આ અસ્થિરતાનાં કારણે આવનાર દિવસોમાં યોગ્ય હવામાન મળવાનાં કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને એ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.