ગાંધીનગર: અમદાવાદમાં IPLની મેચ શરૂ થાય એ પહેલા જ વરસાદ વિલન બન્યો હતો. સતત વરસાદના કારણે મેચને મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે હવે IPL ના સત્તાધીશો દ્વારા જાહેરાત કરાઈ છે કે, 29 મે સોમવારે 7.30 કલાકે ફરીથી ફાઇનલ મેચ યોજાશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આજની મેચમાં પણ વરસાદ વિલન બનશે તેવી આગાહી કરી છે. જેના કારણે ક્રિકેટ ચાહકોને ફરી નિરાશ થવાનો વારો આવી શકે છે.
આવતા અઠવાડિયા સુધી વરસાદઃ અંબાલાલ પટેલે IPL ફાઇનલમાં વરસાદ વિલનની ભૂમિકામાં રહેશે. રવિવાર સાંજથી જે વરસાદ ખાબકયો છે તે વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ગણો કે પછી વિક્ષેપ પણ ગણી શકાય છે. જ્યારે આ વરસાદ તારીખ 4 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉપરાંત સોમવારે અને મંગળવારે એમ બે દિવસ વરસાદ થવાની શક્યતા છે.
વરસાદની પેટર્ન ફરશેઃ રવિવારના રોજ જે રીતેના વરસાદ હતો. તેનાથી વિપરીત વરસાદ પડશે. જેમાં હવે રાજ્યના અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે વરસાદ સાથે વીજળીના ગળગડાટ અને ઠંડરસ્ટોર્મ થવાની પણ શક્યતા અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં 30 જૂનથી વરસાદની માત્રા વધવાની શક્યતા છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં 4 જૂન સુધી વરસાદ થવાની શક્યતાઓ છે.
વિધિવત ચોમાસું વહેલું આ ઉપરાંત ગુજરાત ચોમાસુ મોડું થવાની શક્યતા હતી. જે રીતે પરિસ્થિતિ બદલાઈ છે. તેને ધ્યાનમાં લઈને તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. આ ઉપરાંત હાલમાં અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેથી જુન પ્રથમ સપ્તાહમાં તારીખ 4,6, અને 6 તારીખના રોજ વાવાઝોડું આગળ વધશે. સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. ટૂંકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થશે. તારીખ 15 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ આવી જશે.
મુંબઈમાં ચોમાસું શરૂઃ આમ 10 થી 12 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થશે. 22 23 અને 24 જૂને ગુજરાતના અનેક ભાગોમાં સત્તાવાર ચોમાસુ શરૂ થશે, જ્યારે જૂન જુલાઈ માસમાં ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે. રવિવારે સાંજે પડેલા વરસાદ ની ધ્યાને લઈએ તો ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકમાં નોંધાયો હતો. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયો હતો.
મહેસાણામાં સૌથી વધુ વરસાદઃ જ્યારે સૌથી વધુ વરસાદ મહેસાણાના બહુચરાજી તાલુકામાં કુલ 65 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બનાસકાંઠાના દાતામાં 55 એમએમ અમદાવાદ શહેરમાં 54 એમએમ બનાસકાંઠાના વડગામમાં 52 એમએમ પાટણના ચાણસ્મામાં 50 એમએમ અને મહેસાણાના જોટાણા તાલુકામાં 39 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.