ETV Bharat / state

ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પહેલા હડકંપ, નવા કુલપતિના વિરોધમાં 8 ટ્રસ્ટીએ આપ્યું રાજીનામું - Governor Acharya Devvrat

ગૂજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્ટીઓએ (trustees of Gujarat Vidyapeeth) એક સાથે 8 ટ્રસ્ટીએ રાજીનામાં આપ્યાં છે. જયારથી ગૂજરાત વિદ્યાપીઠમાં નવા કુલપતિની આચાર્ય દેવવ્રતની પંસદગી કરવામાં આવી છે. ત્યારથી લઈને આ વિવાદ સતત વિદ્યાપીઠમાં ચાલી રહ્યો છે. આવતીકાલે ગૂજરાત વિદ્યાપીઠનો 68 મો પદ વિધાન સમારંભ થવા જઈ રહ્યો આ પહેલા ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પહેલા હડકંપ, નવા કુલપતિના વિરોધમાં 8 ટ્રસ્ટીએ આપ્યું રાજીનામું

author img

By

Published : Oct 18, 2022, 11:22 AM IST

અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં નવા કુલપતિની આચાર્ય દેવવ્રતની પંસદગી (Governor Acharya Devvrat) કરવામાં આવી છે. ત્યારથી લઈને આ વિવાદ સતત વિદ્યાપીઠમાં ચાલી રહ્યો છે. હવે આ વિવાદની અંદર એક નવો જ વળાંક આવ્યો છે. જેમાં આજે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ (trustees of Gujarat Vidyapeeth) રાજીનામાં આપ્યા છે. જો કે હજુ આ રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ બાબતે એક અન્ય બેઠક કરવામાં આવશે ત્યારબાદ કોઈપણ નિર્ણય લેવામાં આવશે જોકે આ નોંધનીય છે કે આવતીકાલે ગૂજરાત વિદ્યાપીઠનો 68 મો પદ વિધાન સમારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ વિવાદ વધુ વકરશે કે નવી મુશ્કેલીઓ લાવશે તે જોવું રહ્યું.

લોકોએ રાજીનામ આપ્યા ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી જે લોકોએ રાજીનામા (Gujarat Vidyapith trustees resignation) આપ્યા છે. તેમાં સુદર્શન આંયગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર,ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામિક શાહ, નીતા હારડિકર નામના કુલ આઠ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે.

ઐતિહાસિક ઘટના વિદ્યાપીઠ માટે આ લોકોએ રાજીનામાં આપ્યા એની સાથે જ કુલપતિની નિમણૂક લઇને પોતાનો રસ પણ ઠાલવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, આજે રાજકીય દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં મંત્રી અને પક્ષના કાર્યકરો મારફતે જો અમુક વ્યક્તિ પસંદગી થશે તો જ વિદ્યાપીઠના પ્રશ્નો સાંભળવામાં આવશે. એવી શરત મૂકવામાં આવી છે. 102 વર્ષના ઇતિહાસમાં ભૂતપૂર્વ મૌખિક દબાણ શરૂ થયું જેને પરિણામે કુલપતિની પસંદગી જવા અતિ મહત્વના મુદ્દે સર્વ સંમતિને બદલે બહુમતીથી નિર્ણય લેવાયો જે ટાળવાપાત્ર અને ઐતિહાસિક ઘટના વિદ્યાપીઠ માટે બની છે.

ગાંધીજીના વિચારો આ સાથે જ તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું છે કે આપ સુપેરે જાણો છો તેમ આપણી પસંદગી ટ્રસ્ટી મંડળની સ્વયં સ્ફૂર્ત ઈચ્છાથી નહિ પણ રાજકીય દબાણ હેઠળ થઈ છે. ગાંધીજીના વિચારો સંસ્થાના ઉદ્દેશ્યો અને પરિપાટીઓને નેવી મૂકીને થયેલી પસંદગી આપણે માટે ગૌરવ રૂપ કઈ રીતે હોઈ શકે? આ પદને ગ્રહણ કરવાનું માંડી વાળી આપની વ્યક્તિગત ગરીમાને સાચવી વધુ શોભાષ રહેશે લોકશાહીના મૂલ્યોના જતન અને સંસ્થાકીય સ્વાયતના બાબતે ઉદાહરણ બેસાડવાની આતક જતી કરવા જેવી નથી. એવી પણ નોંધ લેવી ઘટે કે તમારી અસંમત વ્યક્તિ કરતાં વિશેષ પ્રક્રિયા સામે છે.

ચર્ચા વિચારણા જોકે આ બાબતે મહત્વનું છે કે અત્યારે જે તમામ આઠે આઠ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે તે તમામ ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. ટ્રસ્ટીઓના રાજીનામાં ઉપર ચર્ચા વિચારણા કરીને તેમના રાજીનામાં ન સ્વીકારવાનું મતે ઠરાવવામાં આવ્યું હતું.

ટ્રસ્ટીઓ સાથે સંવાદ ગૂજરાત વિદ્યાપીઠના આજીવન ટ્રસ્ટી નરસિંહ હઠીલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મુદ્દે જે આગામી બેઠક યોજાઈ છે તેમાં જે આઠ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે તેમને ગૂજરાત વિદ્યાપીઠને આગળ પણ માર્ગદર્શન મળ્યું રહે તેવા હેતુથી વિનંતી કરવા માટે આઠ સેવક ટ્રસ્ટીઓ રાજીના ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરશે. આ સાથે જ આ સમાજની ભૂમિકા ઉપર ભવિષ્યમાં ગૂજરાત વિદ્યાપીઠ આગળ વધે તેવું આશાવાદ હાજર તમામ ટ્રસ્ટીઓએ વ્યક્ત કર્યો હતો. હવે આગામી બેઠક યોજાશે ત્યાં સુધીમાં આ વિવાદ કયો નવો વળાંક લેશે તે ખાસ રાજકીય અને શૈક્ષણિક રીતે મહત્વનો મુદ્દો બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.