અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. જેને લઇ પરીક્ષા લેવી કે ન લેવી તેને લઈને રાજ્ય સરકાર પણ અસમંજસમાં જોવા મળી રહી છે. તો ફરી એક વખત ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
21 અને 31 ઓગસ્ટના રોજ બે અલગ અલગ તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે ઓનલાઇન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે.
હવે ઓનલાઇન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એક મહિના પહેલા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જે મુજબ બે અલગ-અલગ તબક્કાઓમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. તેવી જાહેરાત કરાઈ હતી 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ ઓફલાઈન પરીક્ષામાં સ્થાનક અને અનુસ્નાતકના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે કરોડો વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. નવા એડમિશનથી લઈને અટવાયેલી ફાઇનલ પરીક્ષા મામલે અનેક વિદ્યાર્થીઓ અસમંજસમાં જોવા મળી રહ્યા છે. ઓફલાઈન પરીક્ષા અંગે ઓનલાઇન પરીક્ષામાં પણ સમસ્યા પેદા થઈ રહી છે. ઓનલાઇન પરીક્ષાની અંદર ક્યાંક વિદ્યાર્થીઓ પાસે નેટવર્ક ફિક્વન્સી નથી, તો બીજી તરફ વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર સમસ્યા સર્જાતી હોય છે, તેવા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.