ETV Bharat / state

Gujarat Technical University: GTU દ્વારા 'ડ્રોન ટેકનોલોજી કોર્ષનો' પ્રારંભ - Gujarat Innovation Council Startup

આધુનિક ટેકનોલોજીના વધતા જતા વપરાશને પગલે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (Gujarat Technical University) દ્વારા નવા કોર્ષની શરૂઆત કરવામાં આવશે. આ નવા કોર્ષનું નામ છે 'ડ્રોન ટેકનોલોજી કોર્ષ' (Drone technology course) હવેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડ્રોન ફોટોગ્રાફીની ટ્રિક્સ (Drone photography Tricks) શીખવામાં આવશે. સાથે સર્વે, મેપિંગ, અને ઇન્સ્પેક્શન માટે પણ ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

Gujarat Technical University: GTU દ્વારા 'ડ્રોન ટેકનોલોજી કોર્ષનો' પ્રારંભ

author img

By

Published : Dec 18, 2021, 5:00 PM IST

Updated : Dec 18, 2021, 5:15 PM IST

અમદાવાદ: લગ્ન સમારોહથી લઈને રાજકીય પક્ષોની રેલીઓ, જાહેર સભાઓની ફોટોગ્રાફી વગેરેમાં વિડીયોગ્રાફીના (Photography and videography) વધતા જતા ચલણને ધ્યાને લઇને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (Gujarat Technical University) દ્વારા ડ્રોન ફોટોગ્રાફીની ટ્રિક્સ (Drone photography Tricks) શીખવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા સર્વે, મેપિંગ, સર્વેલન્સ અને ઇન્સ્પેક્શન માટે પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

Gujarat Technical University: GTU દ્વારા 'ડ્રોન ટેકનોલોજી કોર્ષનો' પ્રારંભ

GTU માં ડ્રોન ટેકનોલોજીને લગતા કોર્ષ શરૂ

GTUમાં (Gujarat Technical University) 2022ના પ્રથમ સપ્તાહથી બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ કોર્સ GTUના CEC દ્વારા GTUની પોતાની સ્ટાર્ટઅપ ડ્રોન લેબ સાથે મળીને શરૂ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન લેબ એ GTU હેઠળ કાર્યરત ગુજરાત ઇનોવેશન કાઉન્સિલનું સ્ટાર્ટઅપ (Gujarat Innovation Council Startup) છે. જેની શરૂઆત નિખિલ મઠિયા દ્રારા કરવામાં આવી છે.

વધુ મેળવો નવા કોર્ષ વિશે માહિતી

ડ્રોન ફોટોગ્રાફીની ટ્રિક્સ એ 40 કલાકનો કોર્સ હશે. આ કોર્સ 12 પાસ કરેલ કોઈપણ યુવક ભાગ લઈ શકશે. શરૂઆતમાં એક બેચમાં 30 વિદ્યાર્થીઓને લેવામાં આવશે, ત્યારે તેમાં પ્રવેશ મેળવનારાઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે તેવી પણ યોજના છે. કોર્સ કર્યા પછી વિદ્યાર્થીને શરૂઆતમાં જ 35 થી 50 હજાર રૂપિયાના પગારમાં નોકરી મળી શકે છે. તાલીમ મેળવનાર વ્યક્તિ ઇચ્છે તો પોતાનું કામ પણ શરૂ કરી શકે છે આ એક મહિનાનો કોર્ષ છે.

આ પણ વાંચો: કોરોના દર્દીઓ માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેકઝાકોપ્ટર ડ્રોન
આ પણ વાંચો: રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ડ્રોન કેમેરાના માધ્યમથી વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ

Last Updated : Dec 18, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.