ETV Bharat / state

શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ, અમદાવાદમાં સૌથી વધારે - gujarat government covid report

ફરી એકવખત ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહાનગર અમદાવાદમાંથી કેસ વધતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસના લક્ષણ સાથે મેચ થતા ફ્લૂના કેસ પણ દિવસે દિવસે વધી રહ્યા છે. રાજ્યના મહાનગરમાં શરદી, ઉધરસ, માથાના દુખાવા અને તાવના કેસ વધી રહ્યા છે.

શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ, અમદાવાદમાં સૌથી વધારે

author img

By

Published : Mar 18, 2023, 10:20 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 655 એક્ટિવ કેસ છે. જ્યારે 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલું છે. જ્યારે 651 દર્દીઓની સ્થિતિ સારી છે. 1266881 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે કારણ કે, તેમનામાં હવે ખાસ કોઈ એવા લક્ષણ જોવા મળ્યા નથી. અમદાવાદમાં સૌથી વધારે 84 કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓને સારવાર પૂરી થયા બાદ રજા આપી દેવામાં આવી છે. 19 નવા કેસ રાજકોટ મહાનગરમાંથી સામે આવ્યા છે. જ્યારે 9 નવા કેસ અમરેલી જિલ્લામાંથી નોંધાયા છે.

આ પણ વાંચોઃ skin cancer: ત્વચાના કેન્સરને રોકવામાં આ સારવાર મદદ કરે છે: અભ્યાસ

ફ્લૂના કેસઃ સાબરકાંઠામાં 8 અને વડોદરામાં 5 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાંથી 3 અને ભાવનગરમાંથી 4 નવા કેસ સામે આવ્યા છે. પાટનગર ગાંધીનગરમાંથી પણ 4 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ, આણંદ, પોરબંદરમાં માત્ર 2 કેસ છે. જ્યારે પોરબંદર, ખેડા, મોરબી તેમજ પાટણમાં એક જ કેસ છે. બીજી બાજુ કોરોના વાયરસ જેવા લક્ષણ ધરાવતા ફ્લૂએ ઉપાડો લીધો છે. ગળામાં બળતરાથી આ ફ્લૂ શરૂ થાય છે. જે પછી શરદી, ઉધરસ તાવમાં ફેરવાતો જાય છે. થાક લાગે છે અને નબળાઈ પણ અનુભવાય છે.

આ પણ વાંચોઃ Cancer medicine : આ દવા કેન્સરમાં જીવન ટકાવી રાખવાના દરમાં સુધારો કરે છે

સરકારે સ્વીકાર્યુંઃ H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં વધારો થતા તબીબોએ પોતાની ટીમને સ્ટેન્ડ રહેવા માટે આદેશ કર્યો છે. આ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે એ વાત સરકારે પણ સ્વીકારી છે. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ વાયરસની જે ગંભીરતા છે એની તુલના કોરોના વાયરસ સાથે કરવાની કોઈ જરૂર નથી. આ એક સીઝનલ ફ્લૂ છે. વર્ષોથી રાજ્ય અને દેશમાં આની સારવાર પ્રાપ્ય છે. ઓસ્લેટામાવીર દવા આ રોગ માટે યોગ્ય ઈલાજ છે. આ દવાનો પૂરતો સ્ટોક સરકારી હોસ્પિટલમાં પણ છે. ગુજરાત રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.