ETV Bharat / state

વર્ષ 2002માં ગુજરાતના રમખાણોનો કેસ : ત્રણેય આરોપીઓને હાજર રહેવા માટે કોર્ટે કર્યું ફરમાન - Teesta Setalwad Case

વર્ષ 2002 ના રમખાણોના કેસમાં ગુજરાતને બદનામ કરવા માટે તેમજ ખોટી રીતે પૈસા પર ફંડ ઉઘરાવવામાં અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટી રીતે બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં હવે અમદાવાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

વર્ષ 2002માં ગુજરાતના રમખાણોનો કેસ : ત્રણેય આરોપીઓને હાજર રહેવા માટે  કોર્ટે કર્યું ફરમાન

author img

By

Published : Mar 16, 2023, 9:51 PM IST

અમદાવાદઃ ગુજરાતના વર્ષ 2002ના રમખાણોના કેસના તમામ ત્રણેય આરોપીઓને 20 માર્ચે હાજર રહેવા માટે અમદાવાદ સેશન્સ કોર્ટે ફરમાન કર્યું છે. આરોપી તિસ્તા સેતલવાડ, આરબીશ્રી કુમાર અને સંજીવ ભટ્ટને ફરજિયાત પણે હાજર રહેવા માટે હુકમ કર્યો છે. તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. 20 માર્ચે તમામ આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ કોર્ટની ટ્રાયલ આગળ ચાલશે.

આ પણ વાંચોઃ Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ

ધરપકડ થઈ હતીઃ મહત્વનું છે કે 2002ના ગુજરાતના રમખાણોના કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપ્યા બાદ આ ત્રણેય આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર કેસ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમાર દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી.

જામીન ફગાવાયાઃ જોકે આ અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તિસ્તા સેતલવાડની અરજીને હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આર.બી શ્રીકુમારની અરજીને શરતી જામીન મંજૂર કર્યા છે. જ્યારે સંજીવ ભટ્ટ હાલ જામનગરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજામાં જેલ હવાલે છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ

સુપ્રીમ સુધી મામલોઃ જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડની આ જામીન અરજીને ફગાવી દેતા તેને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આ કેસની તપાસમાં એજન્સીને સહકાર આપવાના નિર્દેશ આપીને વચગાળાના જામીન આપ્યા છે. ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા કાંડ બાદ ગુજરાતમાં જે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા તેમાં રમખાણોનાં કેસમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય અનેક વરિષ્ઠ અધિકારીઓને સંડોવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

ત્રણ મુખ્ય આરોપીઃ જેમાં ત્રણેય આરોપીઓ મુખ્ય રીતે ભાગ ભજવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેને કારણે આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. જોકે સુપ્રીમ કોર્ટે ગુજરાત તોફાનો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ તમામ કેસ બંધ થઈ ગયા હતા. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ત્રણેય આરોપીઓને હાજર રહેવા માટે કોર્ટે ફરમાન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.