ETV Bharat / state

Gujarat Rain Update : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે ઓરેન્જ અલર્ટ

સ્થાનિક હવામાન વિભાગે આગળનાં 5 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Update : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Update : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે ઓરેન્જ અલર્ટ
author img

By

Published : Jul 18, 2023, 5:41 PM IST

ભારે વરસાદ થવાની સંભાવના

અમદાવાદ : રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે હાલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં આજે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગે આગળનાં 5 દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં મધ્યમ વરસાદ :આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગરમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.

યલો અને રેડ અલર્ટ : હવામાન વિભાગે આજે ચોમાસાને લઇ યલો અલર્ટ જ્યારે આવતીકાલે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં હાલ ઇસ્ટર્ન ટ્રફના કારણે ત્રીજા રાઉન્ડ વરસાદ શરૂ થયો છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદનું જોર વધશે : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ આવતીકાલથી અમદાવાદ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથનર્મદા, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

22 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત 22 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે 11 તાલુકાઓમાં સરેરાશ1 ઈંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ ત્રીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જામશે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  1. Gujarat Rain Update : વરસાદનો ત્રીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તાણી લાવશે, કેટલા જિલ્લામાં સારો વરસાદ જાણો
  2. Surat Rain : વરસાદનો માહોલ, સુરતમાં પુરુષો વાહનો સાથે પરેશાન, મહિલાઓ પાણીમાં ગરબા રમવામાં વ્યસ્ત
  3. Bhavnagar News: ભીલ સમાજના પ્રથમ ફાળાથી બનેલો મેથળા બંધારો થયો ઓવરફ્લો, પાળા ફરી ઉભા કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.