અમદાવાદ: આગામી 4 અને 5 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
-
Heavy Rainfall warning maps dated 02.08.2023. pic.twitter.com/5QqSKshZqd
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heavy Rainfall warning maps dated 02.08.2023. pic.twitter.com/5QqSKshZqd
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 2, 2023Heavy Rainfall warning maps dated 02.08.2023. pic.twitter.com/5QqSKshZqd
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 2, 2023
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે વરસાદ: આવનારા 4 દિવસોમાં ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. ગુજરાતમાં 4 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે. છેલ્લા મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે ફરીથી સૌરાષ્ટ્ર અને કચ્છ માથે ભારે વરસાદનો ખતરો ઉભો છે.
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: હવામાન વિભાગે વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે ગત માસમાં જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. તેવી જ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આ બંને વિસ્તારોમાં ફરી વાર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ અમદાવાદમાં પણ ઝરમર વરસાદ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
સિઝનનો 92 ટકા વરસાદ નોંધાયો: ગુજરાતમાં વર્તમાન સિઝનમાં 92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 71 ટકા છે. રાજ્યમાં 89 જળાશયો હાઇ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના અહેવાલ મુજબ કચ્છમાં અત્યાર સુધી સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં મેઘમહેર કે મેઘકહેર થાય તે આગામી દિવસોમાં જોવા મળશે. જોકે અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ એક માસમાં જ પડી ચૂક્યો છે.