અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાયો છે. ચોમાસામાં ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાત માટે સારા સમાચાર આવે તેમ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આ લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય વરસાદની આગાહી : જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી,દિવ,રાજકોટ અને જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. ત્યારે હવે ફરી એક વાર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી છે.
વીજળીના કડાકભડાકા સાથે વરસાદ : વરસાદની આગાહીમાં વધુ જોઇએ તો ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે. જ્યારે સાબરકાંઠા,બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકભડાકા સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હાલમાં વાતાવરણ સૂકું : વરસાદનો હવેનો રાઉન્ડ એક મહિના કરતાં વધુ સમય બાદ આવશે. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદની આગાહીને પગલે લોકોમાં ખુશીની માહોલ ફેલાયો છે. જોકે આ વર્ષે શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રીથી સીઝનમાં પુષ્કળ વરસાદના એંધાણ જોવા મળ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે અચાનક વિરામ લેતા લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે રોકાયેલા વરસાદે વધુ સમય ખેંચતા વાતાવરણ સૂકું થઈ ગયું હતું.
- Bhavnagar Rain: શ્રાવણી વરસાદ થોડી મિનિટોમાં દે ધનાધન વરસ્યો: રસ્તાઓ પાણી પાણી તો બાળકોએ મજા લૂંટી
- Gujarat Rain Update : લાંબા વિરામ બાદ વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યા આ મોટા સમાચાર, આ તારીખથી પડશે વરસાદ
- Banaskantha Rain News : બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, સિંચાઈના પાણીની માગ