ETV Bharat / state

Gujarat Rain: હજુ ચાર દિવસ ગુજરાતમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી - ભારેથી અતિ ભારે વરસાદ

ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેશે. આ અમે નથી કહી રહ્યાં, પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી કહી રહી છે. તેમાં પણ ચોથા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે.

Gujarat Rain : ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેશે, ચોથા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 5:34 PM IST

Updated : Sep 16, 2023, 8:10 AM IST

વરસાદની સંભાવનાઓ

અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. ચોમાસુ હાલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે તેવામાં ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આવનારા પાંચ દિવસો સુધી ગુજરાતમાં મેઘમહેર જામશે જેમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આજે ભારે વરસાદ થઈ શકે છે.

આ જિલ્લામાં ભારે વરસાદ રહેશે: ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેશે અને ચોથા દિવસે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

ચોમાસાના અંતિમ ચરણમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વી મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનતા ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે અને ગુજરાતમાં સતત પાંચ દિવસ અનરાધાર વરસાદ બાદ વરસાદનું જોર ઘટશે...રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક, હવામાન વિભાગ

માછીમારો માટે સૂચના : આગામી પાંચ દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને 16 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે 17-18 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતનાં દરિયાકિનારે દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જોકે આગાહી મુજબ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોને પણ ચેતવણી આપી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આવનારા દિવસોમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે.

  1. Gujarat Monsoon 2023 : મેઘરાજાના અંતિમ રાઉન્ડ અંગે હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી
  2. Surat Monsoon 2023 : સુરતમાં મેઘમહેર, દોઢ મહિનાના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી
  3. Navsari Rain : લાંબા વિરામ બાદ નવસારીમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, 3 ઇંચ જેવો વરસાદ પડ્યો

Last Updated : Sep 16, 2023, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.