ETV Bharat / state

Ahmedabad Crime Branch: પશુઅંગોની તસ્કરી કરનારાઓ પકડ્યા, તમિલનાડું ફોરેસ્ટને સોંપણી - Ahmedabad Tamilnadu forest

અમૂલ્ય પશુઅંગોની આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્કરી મામલે ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીને તમિલનાડું પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ આરોપી ખોટી રીતે પશુઓના અંગનો વેપલો કરી રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી હાથીદાંત જપ્ત કરી લીધા હતા.

Ahmedabad Crime Branch: પશુઅંગોની તસ્કરી કરનારાઓ પકડ્યા, તમિલનાડું ફોરેસ્ટને સોંપણી

author img

By

Published : Jun 1, 2023, 12:24 PM IST

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાણીઓના અમૂલ્ય અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઇસમને ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા જ ઝડપી પાડ્યો હતો. જે આરોપીને તમિલનાડુના ફોરેસ્ટ વિભાગને હવાલે કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બોડકદેવના શખ્સ પાસેથી અમૂલ્ય હાથીદાંત કબજે કરી ધરપકડ કરી હતી.

કોણ છે આરોપીઃ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ અંગે પ્રકાશ ચુનીલાલ કાકલિયા (જૈન) નામના 56 વર્ષીય બોડકદેવના વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં તમિલનાડુ ફોરેસ્ટ વિભાગ ત્રીચી રેંજના ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ 2, 39 (બી), 44, 49 (બી), 50, 51 વગેરે મુજબના મુખ્ય વોન્ટેડ આરોપીને તમિલનાડુ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આટલી વસ્તુઓ હતીઃ તિરું ચિરીપલ્લી રેન્જ ત્રિચીમા 05/04/2023 ના રોજ આરોપી વિરુદ્ધ પ્રાણીઓના અમૂલ્ય અંગો અવશેષો ગેરકાયદેસર રીતે વેચવાનો ગુનો દાખલ થયો છે. જેમાં એક વાઘનું ચામડું, બે હાથીદાંત, હરણના બે શીંગડા, શિયાળની એક પૂંછ વગેરે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દોઢ મહિના પહેલા 35 લાખની કિંમતના હાથીદાંત સાથે પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હાથીદાંતનો વેપલો કરતોઃ પકડાયેલો આરોપીની પૂછપરછ દરમિયાન પ્રકાશ જૈન 1992 થી 2006 સુધી તમિલનાડુ રાજ્યના શૈલમ વિસ્તારમાં રહેતો હતો, જે ચંદન ચોર વીરપન્નના ગામ ખાતે અવારનવાર આવતો જતો રહેતો હતો અને વિરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથીદાંત જોઈતા હોય તો મંગાવી આપશે તેવું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પશુ અંગોની તસ્કરી મામલે તામિલનાડુમાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી, જે ગેંગનો મુખ્ય આરોપી પ્રકાશ જૈન હોવાનું સામે આવ્યું હતું અને તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો, ભારત બહાર અલગ અલગ દેશોમાં પણ આ આરોપીઓ દ્વારા અમૂલ્ય પશુ અંગોનો સોદો કરવામાં આવતો હોવાની હકીકતો સામે આવી છે. આ ગેંગના મુખ્ય આરોપીને ઝડપીને તમિલનાડુ પોલીસને સોંપ્તા ત્યાંની પોલીસે સમગ્ર બાબતે મુખ્ય આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.---એ. ડી પરમાર (ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ)

કાયદેસરના પગલાંઃ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ઉપર સતત વોચ રાખી તેને પકડી તમિલનાડુ રાજ્યના ફોરેસ્ટ વિભાગની હવાલે કર્યો છે. આ મામલે આગળની તપાસ અને કાર્યવાહી તમિલનાડુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

  1. Ahmedabad Crime: નરોડામાં જુગારી પતિએ પૈસા માટે પત્નીને દેહ વેપારમાં ધકેલી,
  2. Gold Smuggling: જયપુર એરપોર્ટ પરથી 46 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત
  3. મહેસાણામાં નશાનો સોદાગર ઝડપાયો, પોલીસ કર્યો 60,300નો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.