ETV Bharat / state

Gujarat people congratulated isro team : ચંદ્ર પર ચંદ્રયાન 3 મિશનના સફળ ઉતરાણ બદલ લોકોએ ઈસરોની ટીમ અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ભારતે ચંદ્ર પર સફળતા પુર્વક મિશન ચંદ્રયાન 3નું ઉતરાણ કરીને એક ઈતિહાસ રચ્યો છે. ભારતનું ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ સાથે ભારત પહેલો દેશ બની ગયો છે જેનું મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં સફળ રહ્યું છે. સફળતા પુર્વક ઉતરાણ થતા દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ નેતાઓ અને સામાન્ય જનતા ઇસરો ટીમને શુભેચ્છાઓ પાઠવી રહા છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 7:08 PM IST

Updated : Aug 23, 2023, 9:45 PM IST

અમદાવાદ : ભારતીય વૈજ્ઞાનિકોએ બુધવારે એવો કરિશ્મા બતાવ્યો, જેના પર સમગ્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને તેમના પર માન વધી ગયું છે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ભારત આ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ એટલા માટે છે કારણ કે અત્યાર સુધી ચંદ્ર પર મોકલવામાં આવેલા તમામ મિશનમાં, તેમાંથી કોઈ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લક્ષ્ય રાખ્યું ન હતું. ચંદ્રના આ ક્ષેત્રમાં ખૂબ જ પ્રતિકૂળ સ્થિતિ માનવામાં આવે છે. અહીં તાપમાન પણ ઘણું નીચું રહે છે. આ સફળતાને એક અવસરમાં બદલવા માટે વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ ઇસરો ટીમને શુભેચ્છાઓ આપી છે. તેમજ ગુજરાતમાં પણ આ અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર તેમજ વિપક્ષ આ બાબતને લઇને ઉત્સાહમાં જોવા મળી રહી છે. લોકો પણ તેમના વિસ્તારમાં ઉજવણી કરી રહ્યા છે.

  • Chandrayaan-3 Mission:
    'India🇮🇳,
    I reached my destination
    and you too!'
    : Chandrayaan-3

    Chandrayaan-3 has successfully
    soft-landed on the moon 🌖!.

    Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3

    — ISRO (@isro) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાટીલે પાઠવી શુભેચ્છાઓ : ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના નિવાસ્થાને TV ઉપર નિહાળ્યું હતું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. પાટીલએ જણાવ્યું હતું કે, આ નવા ભારતનો જયઘોષ છે! ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે. ઇસરોનાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે !.

  • આ નવા ભારતનો જયઘોષ છે….!!!

    ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે ભીની આંખે એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે.… pic.twitter.com/13P0RdycEH

    — C R Paatil (@CRPaatil) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કથાકાર મોરારી બાપુએ અભિનંદન પાઠવી ઉજવણી કરી : ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા કથાકાર મોરારી બાપુએ તેમના નિવાસ સ્થાન તલગાજરડા ખાતે લાઇવ નિહાળ્યું હતું. ત્યા તેમના ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ લોકોએ હાથમાં તિરંગો લઇને લહેરાવ્યો હતો. તમામના મોઢા પર એક અલગ જ પ્રકારની સ્માઇલ જોવા મળી રહી હતી. તમામ લોકોએ ઇસરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઋષિકેશ પટેલે શુભકામનો પાઠવી : પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ચંદ્રયાન-3 ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ISROના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-3ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યુ છે તે બદલ તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ચંદ્રયાન 3ની સફળતામાં ગુજરાતમાં સ્થિત ISRO અને તેના વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો હોવાનું ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ.

  • " ભારત માટેની અદ્વિતીય ક્ષણના સાક્ષી બનવાનું ગૌરવ છે. "

    ભારત જ્યારે ચંદ્રયાન થકી એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યું હતું એ ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડિંગની અભૂતપૂર્વ અને અનોખી ઘટનાનું જીવંત પ્રસારણ ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની સાથે નિહાળીને આ ઐતિહાસિક ક્ષણના… pic.twitter.com/yisePg2ga4

    — Rushikesh Patel (@irushikeshpatel) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઇશુદાનની પ્રતિક્રિયા : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઇસરો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન 3 આજે ચંદ્ર પર લેન્ડ થઇ ચૂક્યું છે આ સફળતા આપણા સૌ માટે મહામૂલી છે, સમગ્ર દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.

  • ઇસરો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન 3 આજે ચંદ્ર પર લેન્ડ થઇ ચૂક્યું છે આ સફળતા આપણા સૌ માટે મહામૂલી છે, સમગ્ર દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ 🇮🇳#Chandrayaan3 pic.twitter.com/82nI03pWpq

    — Isudan Gadhvi (@isudan_gadhvi) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જૂનાગઢ : આજે ચંદ્રયાન જેવું ચંદ્રની જમીન પર ઉતરાણ કર્યું ત્યારે જૂનાગઢમાં પણ વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ભારતની આ ઐતિહાસિક ઘડીને નજર સમક્ષ નિહાળીને ખુશીથી જુમી ઊઠ્યા હતા. ચંદ્રની જમીન પર ચંદ્રયાન મોકલવાના ભારતના ત્રીજા પ્રયત્નમાં બીજી વખત સફળતા મળી છે, જે ભારતના અંતરીક્ષ ઇતિહાસને પણ સૌથી મજબૂત બનાવી રહી છે. અત્યાર સુધીના ત્રણ પ્રયાસોમાં સફળતાપૂર્વકના બે પ્રયાસો આજે પરિપૂર્ણ થયા છે. ચંદ્રયાન થકી ચંદ્રની સાથે અંતરિક્ષની કેટલીક વણ ઓળખાયેલી અને અજાણી વિગતો ઈસરોના વૈજ્ઞાનિકને પ્રાપ્ત થશે જેના થકી આધુનિક વિજ્ઞાનમાં અને ખાસ કરીને સંશોધનના ક્ષેત્રમાં ચંદ્રયાનિની આજની સફળતા ખૂબ જ મહત્વ પુર્ણ સાબિત થશે.

jnd

પાટણ : પાટણ શહેરના સરસ્વતી તાલુકાના ચોરમારપૂરા ખાતે કાર્યરત રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન 3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ રાખવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓઅને શિક્ષકોએ ઉપસ્થિત રહી આ અંતરીક્ષની સ્થિતિને નિહાળી આનંદી થયા હતા. ચંદ્રયાન 3 જ્યારે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર લેન્ડિંગ થયું ત્યારે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને લોકોએ ભારત માતાકી જય વંદે માતરમના નારા લગાવી ભારતીય વૈજ્ઞાનિકોના સામર્થ્યને અભિનંદન પાઠવ્યા હતા. દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકા ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને દેશવાસીઓ સહિત દેશના વૈજ્ઞાનિકો અને ઇસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાનની સફળતાપૂર્વક લેન્ડીંગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

patan

સુરત : કામરેજ ગામમાં પણ દિવાળી જોવા માહોલ જોવા મળ્યો હતો. કામરેજ તાલુકા ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચવામાં આવી હતી. કામરેજ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતએ જણાવ્યું હતુ કે, આજે જેટલી ખુશી મનાવીએ એટલી ઓછી છે. ભારતના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. ભારતનું ચંદ્ર યાન -3 સફળ લેન્ડિંગ થયું છે. જે ખુશીમાં કામરેજ ગામે ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

srt
  1. Chandrayaan 3: ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત બન્યો પ્રથમ દેશ
  2. chandrayaan 3 : પીએમ મોદીએ ચંદ્રયાન 3ના સફળ ઉતરાણ બદલ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા

Last Updated : Aug 23, 2023, 9:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.