અમદાવાદ : કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે. ત્યારે ઉનાળાની ઋતુની અંદર કેરી મોટા પ્રમાણમાં ખાવામાં આવતી હોય છે, પરંતુ કેરી ખાવાથી વજનમાં વધારો થાય છે. બપોરે કાચી કેરીનો સલાડ કરીને ખાવાથી લૂ લાગતી નથી. કેરીનો રસ શરીરના વજન વધારવામાં પણ ઉપયોગી છે.
કોણે કેરીથી દૂર રહેવું : ઉનાળાની ઋતુની અંદર મોટા પ્રમાણમાં કેરી ખાવામાં આવતી હોય છે. ભારતની ઓળખ કેરી પણ છે. ભારતમાંથી કેસર કેરી જે વિશ્વની સૌથી પ્રખ્યાત કેરી ગણવામાં આવે છે. જે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કેસર કેરીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. જે સફરજન બાદ સૌથી વધુ વિદેશની અંદર નિકાસ કરવામાં આવતું ફળ છે. કેરીને આયુર્વેદિકની અંદર મધુરરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરી ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે, પરંતુ જે વ્યક્તિને હાડકાની સમસ્યા હોય તેવા લોકોએ કાચી કેરીથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો Gujarat Mango: કમોસમી વરસાદના કારણે આ વખતે બજારમાં કેરીની અછત, ભાવમાં વધારો
આયુર્વેદમાં મધુરરસ તરીકે ઓળખ : નિસર્ગ ક્લિનિકના ડાયરેક્ટર રાજેશ ઠક્કરે ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આયુર્વેદમાં કેરીના રસને મધુરરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરીનો રસ એ ઠંડો છે પરંતુ પાચન થયા બાદ ગરમ થાય છે. આમ તો કેરીને બે રીતે ખાવામાં આવતી હોય છે. અમુક લોકો કેરીને કાપીને કે જ્યારે અમુક લોકો કેરીનો રસ બનાવીને પણ ખાતા હોય છે. કેરીનો રસનો ગુણ ભારે હોય છે પરંતુ તેને કાપીને ખાવાથી ગુણમાં હલકો થાય છે.
દૂધ સાથે ખાવી ન જોઈએ : વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમુક લોકો કેરીને દૂધ સાથે પણ મિક્સ કરી મિલ્ક શેક બનાવીને પણ ખાતા હોય છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ દૂધને ફ્રુટ સાથે મિક્સ ન કરવું જોઈએ. એટલે કે કેરીને દૂધ સાથે મિલ્ક શેક બનાવીને ન પીવો જોઈએ. કેરીના રસમાં સૂંઠ અને ઘી નાખીને પણ પીવાય છે. જેના કારણે પેટની સમસ્યા થતી હોય તે લોકોએ કેરીના રસમાં સૂંઠ અને ઘી નાખીને પીવાથી થતી નથી. જે મોટાભાગના જમણવારમાં પણ આ પ્રમાણે જોવા મળતું હોય છે.
આ પણ વાંચો Gujarat mango: કચ્છી કેસર કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર, 15 મેથી બજારમાં આગમન
કેરીથી થતા ફાયદા : કેરીથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો કેરીના રસમાં સૂંઠ નાખવાથી પેટમાં ચડતો આફરો થતો નથી. આ ઉપરાંત જે લોકોને ખીલ કે શરીર પર ફોલ્લીઓ થતી હોય તેવા લોકોએ કેરીના રસમાં ઘી નાખીને રસ પીવો જોઈએ. જેથી ખીલ કે ફોલ્લી થતી નથી. બપોરે જમતી વખતે કાચી કેરીનો સલાડ ખાવાથી તડકામાં લૂ લાગતી નથી. આ ઉપરાંત વજન વધારવામાં પણ કેરીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જે વ્યક્તિને સાંધાના દુખાવા હોય તે લોકોએ કાચી કેરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.