પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશપ્રમુખ અમિત ચાવડાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજયો હતો. આ પ્રસંગે તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જમાવ્યું હતું કે, "વર્ષોથી કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશની સેવા કરવામાં આવી રહી છે, અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ પાર્ટી દેશના હિતમાં કામ કરતી રહેશે."
સંબોધન કર્યા બાદ અમિત ચાવડાએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, વરિષ્ઠ નેતાઓ, યુવાઓ, મહિલાઓ અને શાળાના બાળકો મોટીસંખ્યામાં કોંગ્રેસ કાર્યાલયમાં હાજર રહ્યાં હતાં.