અમદાવાદ : ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ ડીલરો બાળકોના ઉપયોગ કરતા હોય છે તેવા અહેવાલો મીડિયા પણ સામે આવ્યા છે, ત્યારે આવા જ અહેવાલોને લઈને હાઇકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ડ્રગ્સની હેરાફેરીમાં થતા બાળકોના ઉપયોગ બાદ હાઇકોર્ટે બાળકોના આ પ્રશ્નને સંવેદનશીલ ગણાવ્યો છે અને સુઓમોટો પિટિશન દાખલ કરી છે.
બાળકોના ભવિષ્ય સાથે ચેડા : જસ્ટિસ નિખિલ કારીયાની ખંડપીઠે ડ્રગ્સની હેરાફેરીમાં થતા બાળકોના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલ ગણાવીને હાઇકોર્ટે સૂઓમોટો પિટિશન દાખલ કરી છે. આ સમગ્ર અહેવાલને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા માટે કીધું છે. ડ્રગ્સના નેટવર્કમાં અને હેરાફેરીમાં બાળકોનો આવા પ્રકારનો ઉપયોગ કઈ રીતે થઈ શકે ? બાળકોના ભવિષ્ય સાથે ચેડા ચલાવી લેવાય નહીં.
સરકારને કરી ટકોર : હાઈકોર્ટે સમગ્ર ઘટનાને સંવેદનશીલતાની સાથે ગંભીરતાએ જોતા તમામ કેસો અંગે તપાસ કરીને આવા બાળકોના પુનઃવસન માટે પગલાં લેવા સરકારને ટકોર કરી છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સ હેરાફેરીમાં બાળકો અને ખાસ કરીને સગીર વયના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બાળકો અભ્યાસ છોડીને ગુનાખોરી તરફ વળી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો : Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી
બાળકોના ભવિષ્ય માટે સરકરાની વિચારણા : બાળકોના ઉપયોગના મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સ્વયં સજ્ઞાન લઈને સરકારને આ મામલે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને સવાલ પણ કર્યા છે કે આવા બાળકોના મુદ્દે તારણો શોધવામાં આવે. તેમજ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર શું વિચારણા કરી છે એવો પણ હાઇકોર્ટ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Vadodara Drugs Crime : એસઓજીએ મુંબઈના ડ્રગ્સ સપ્લાયર સાથે વડોદરાના ઇસમને ઝડપ્યો, 29 લાખનું ડ્રગ્સ પકડાયું
બાળકોને લઈને ચિંતા : આ તમામ બાબતે રિપોર્ટ તૈયાર કરીને આગામી સપ્તાહ સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યા છે. આ સાથે જ આ કેસમાં હાઇકોર્ટ ગૃહ સચિવ, ડીજીપી, સહિતના તમામ સતાધીશોને પ્રતિવાદી પક્ષકારો તરીકે જોડ્યા છે. આગામી સપ્તાહમાં આ સમગ્ર મામલે વધુ સુનાવણી વિગતે હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત 'ઉડતા ગુજરાત' બની રહ્યું છે. પાછલા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ છાશવારે મળતું આવ્યું છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના વેપારના વધારો થઈ રહ્યો હોવાના સમાચાર પણ સામે આવતા હોય છે. ડ્રગ્સ 2022ના આંકડા પ્રમાણે 370 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું હતું. આ હેરાફેરીમાં હવે બાળકોના ઉપયોગને લઈને ગુજરાત હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરીને સ્વયં સંજ્ઞાન લીધું છે.