અમદાવાદઃ કોરોના સમયે દેશની મદદ માટે વડાપ્રધાન મોદી દ્વારા લોકોને PM CARE FUNDમાં મદદ કરવા અપીલ કરાઈ હતી. જેના સંદર્ભમાં ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમનાથ નિર્ણય કર્યો કે તમામ કર્મચારી એક કે બે દિવસનો પગાર લોકોની મદદ માટે સહાયમાં આપશે.
ચીફ જસ્ટિસના આદેશથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ કટોકટીના સમયે સરકારની મદદ કરવાની જરૂરું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ઘણા જ્યૂડિશિયલ ઓફિસર અને સ્ટાફ સભ્યો આવા સંકટના સમયમાં સરકારની મદદ કરવા માટે તેમની સામે દરખાસ્ત રજૂ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું હતું કે ડેપ્યુટશન પર નિમાયેલા જ્યૂડિશિયલ અધિકારી, જ્યૂડિશિયલ એકેડમી, અને કાનૂની સહાય કેન્દ્રના અધિકારી અને રજિસ્ટ્રીના કલાસ - 1 અધિકારી બે દિવસનો પગાર જ્યારે અન્ય સ્ટાફના સભ્યો એક દિવસનો પગાર રાહતપેટે સરકારને ફાળો આપશે.
ગુજરાત હાઇકોર્ટનો સ્ટાફ PM CARE FUNDમાં સહાય કરશે
દેશભરમાં કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં સરકારની મદદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના તમામ જ્યૂડિશિયલ અધિકારી, રજિસ્ટ્રી સંબંધિત વિભાગ, અને તમામ સ્ટાફ PM CARES FUNDમાં સહાયરૂપી ફાળો આપશે.