ETV Bharat / state

Gujarat High Court: હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર

author img

By

Published : May 13, 2023, 11:19 AM IST

છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાથમિક શિક્ષકોના પડતા પ્રશ્નો જેવા કે બદલી માટે ગુજરાત હાઇકોર્ટમાં 141 જેટલી અરજીઓ કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને બદલીના નિયમોને લઈને દિશા નિર્દેશ કર્યા હતા. જેમાં હવે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. જેની અમલવારી આવનારા દિવસોમાં શરૂ થશે.

Etv BharatGujarat High Court: હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર

ગાંધીનગરઃ અંતે 1.5 વર્ષ અને 7 થી 8 બેઠક બાદ વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના બદલીના નિયમોની સત્તાવાર રીતે ઠરાવમાં જાહેરાત કરી છે. જ્યારે બદલી કરાવવા માંગતા વિદ્યા સહાયક શિક્ષકો જે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા હોય તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ મારફતે જિલ્લા ફેર બદલીની અરજી જરૂરી આધાર પુરાવા સાથે બે નકલમાં કરવાની રહેશે જ્યારે જિલ્લા ફેર બદલી નો વિકલ્પ સમગ્ર નોકરી દરમિયાન ફક્ત એક જ વાર મળી શકશે.

આપવું પડશે પ્રમાણપત્રઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ બદલીના નિયમમાં પતિ પત્ની બંને સરકારી નોકરીયા થશે તેવા કિસ્સામાં ફેરબદલી માટેનું એક પ્રમાણપત્ર પણ આપવાનો રહેશે. જેમાં જે વિદ્યા સહાયક શિક્ષક બદલી કરવા માંગતા હોય તેમના પતિ અથવા તો પત્ની જે શાળામાં અથવા તો જે સંસ્થામાં ફરજ બજાવતા હોય તેની વિગત પણ પ્રમાણપત્રમાં લખવી પડશે. આ ઉપરાંત જે તે વિભાગના વડાની સહી સાથે અને સંસ્થાના સહી સિક્કા સાથેનું એક પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે.

બદલી માટે અરજીઃ જ્યારે મેડિકલ કારણોસર બદલીની અરજીમાં મેડિકલ ની તમામ વસ્તુઓનું પણ પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જ્યારે પતિ-પત્નીના કિસ્સામાં શિક્ષક ત્રણ વર્ષની નોકરી કરેલ છે તે બાબતનો સંબંધિત વહીવટી વિભાગમાં મેકમનો હવાલો ધરાવતા વર્ગ એકથી ઉતરતા ના હોય તેવા અધિકારીઓ દ્વારા આપેલ અને હાઇકોર્ટની સેવાઓમાં કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની નકલ પણ જોડવાની રહેશે.

તૈયાર થશે લિસ્ટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે જેમાં જિલ્લામાં વધઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલ વર્ધ શિક્ષકોની વિગત દર્શાવતું રજીસ્ટર પણ તૈયાર કરવામાં આવશે જ્યારે ખાલી પડેલ જગ્યા બાબતનું પણ એક અલગ પ્રકારનું રજીસ્ટર તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5, 6 થી 8 માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને ફાળવણી કરવામાં આવતી હોય છે. કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની વધઘટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

શિક્ષાને પાત્ર થશેઃ જ્યારે બદલી ઈચ્છુક શિક્ષક હોય સેલ્ફ ડિકલેરેશનમાં આપવું પડશે અને જો કોઈ પણ વિગત અથવા તો દસ્તાવેજ ખોટા હશે તો જે તે શિક્ષકને શિક્ષાપાત પર ની જોગવાઈ સાથે ખોટી માહિતી ખોટા દસ્તાવેજ ના આધારે લાભ રદ કરવાનો પણ જોગવાઈ સેલ્ફ ડેકલેરેશન પત્રકમાં કરવામાં આવી છે. જય વિદ્યા સહાયક અને શિક્ષકની નોકરી માટે ફરજિયાત 5 વર્ષ નોકરી હોવી જરૂરી છે. અંતિમ 2 વર્ષ શિક્ષક પોતાના જિલ્લામાં નોકરી કરી શકશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રતિનિયુક્તિના કિસ્સાઓમાં નિવૃત્તિના બે વર્ષ પૂર્વે પ્રતિનિયુક્તિ વાળા કર્મચારીઓને તેના મૂળ જિલ્લામાં પરત કરવાના રહેશે.

આ પણ વાંચોઃ

  1. Transgenders Toilets : ટ્રાન્સજેન્ડર માટે અલગ પબ્લિક શૌચાલયની માંગ
  2. Rahul Gandhi defamation case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટથી કોઈ રાહત નહીં
  3. Gujarat High Court: મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂ

સત્તા શિક્ષણ વિભાગ પાસેઃ જ્યારે શિક્ષકોને પ્રતિનિયુક્તિ જે તે જિલ્લામાં તેઓના વિભાગ અથવા તો વિષયની ચોખ્ખી ખાલી જગ્યા ઉપર જ મૂકી શકાશે અને આવી પ્રતિનિયુક્તિ માટે નિમણૂક બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા બજાવેલી હોવી જોઈએ. તથા જે તે જિલ્લાની વિષય મુજબની ચોખ્ખી ખાલી જગ્યા ના 50% જગ્યા ઉપર જ પ્રતિનિયુક્તિ આપી શકાશે અને આ બાબતે તમામ સત્તા શિક્ષણ વિભાગની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.