અમદાવાદઃ રાજ્યમાં આવેલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલા રેગિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. રેગિંગની ઘટનાઓને અટકાવવા માટે રાજ્ય સરકારે કોઈ પગલા લીધા છે કે નહીં, કોઈ નિયમો બનાવ્યા છે કે નહીં, એ પ્રશ્નો હાઇકોર્ટે સરકારને કર્યા હતા. આ મુદ્દે જરૂરી નિયમો બનાવીને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉચ્ચ અભ્યાસક્રમની કોલેજોમાં જે વારંવાર થતા રેગિંગના સમાચાર સામે આવતા હોય છે. જે પણ રેગિંગ થતું હોય છે તેના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા સુધીના પગલાં ભરી દેતા હોય છે. આ તમામ અહેવાલોને ધ્યાનમાં રાખીને રેગિંગ મુદ્દે સુઓમોટો મોટો પિટિશન ફાઇલ કરી હતી. જે મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે રીગિંગને અટકાવવા મુદ્દે સરકારે સરકાર પાસે માંગ્યો હતો.
આ પણ વાંચોઃ High Court: હિરણ નદીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
સરકારને સવાલઃ હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા હતા કે, રાજ્યમાં વધી રહેલા રેગિંગ મુદ્દે સરકારે કોઈ પગલાં લીધા છે કે નહીં? કોઈપણ જાતના નિયમો બનાવ્યા છે કે કેમ? રાજ્ય સરકાર દ્વારા કોઈ નિયમો ઘડવામાં આવ્યા કે નહીં? જો નિયમો બનાવવાના આવ્યા છે તો એના મુદ્દે કેવા અત્યાર સુધીમાં પગલાં લેવામાં આવ્યા છે. તેના તમામ રિપોર્ટ સાથેનો જવાબ રજૂ કરો. રેગિંગના કારણે અનેક વિદ્યાર્થીઓ માનસિક પીડા ભોગવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા રેગિંગના કારણે વિદ્યાર્થીઓ જે રીતના ભોગ બને છે તે એક સંવેદનશીલ મુદ્દો છે. તમામ જવાબો વિગતવાર રજૂ કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. રેગિંગની ઘટનાઓ અટકાવી ખૂબ જ જરૂરી છે. આ માટેના શક્ય હોય તેવા તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને નિયમો બનાવવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને આ મુદ્દે ત્રણ મી સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
મેડિકલ કૉલેજની ઘટનાઃ તાજેતરમાં જ અમદાવાદની બીજે મેડિકલ કોલેજ તેમજ રાજ્યમાં આવેલી અન્ય મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના સમાચારો અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો હતો. આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે હાઇકોર્ટે સુઓમોટો પિટિશન ફાઇલ કરી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી છે. ત્રણ સિનિયર વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. કેઝ્યુલિટી વિભાગ પાસે શનિવારે રાત્રે 10 વાગ્યાની ઘટના હતી. ક્લિપ વાઇરલ થતાં ડીને રેગિંગ ગણાવી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
સુરતની ઘટનાઃ સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી હતી. ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને દોડાવવામાં આવ્યા તેનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલના ત્રણ ઓર્થોપેડિક વિભાગના ત્રણ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થી, બે જુનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો વિડીયો બહાર આવ્યો હતો. જે ઘટના બાદ હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. બીજી તરફ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓએ ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.